________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ર૭૦ :
દ્વીપ ઉપર દેવ-દેવીઓ આવતા અને પરમાત્મભક્તિને મહત્સવ કરતાં તેણે જોયાં હતાં. આથી તેને કેઈ નવાઈ ન લાગી.
પરંતુ આજે તેને એક વાતની ઘણી મોટી નવાઈ લાગી. એ ભવ્ય દેહાકૃતિવાળા દેવે મહા મુનિની પાસે જઈને, સર્વ પ્રથમ મદન રેખાએ પ્રણામ કર્યા છે તેને ત્રણ પ્રદક્ષિણા આપી અને પછી મહામુનિને વંદના કરીને તેમની સન્મુખ બેઠે. દેવીઓએ પણ દેવનું અનુસરણ કર્યું. તે બધી દેવની પાછળ ઉભી રહી ગઈ. મણિપ્રભને થયું કે દેવ જેવા દેવે આ અવિનય કેમ કર્યો? તેનાથી પૂછયા વિના ન રહેવાયું. તેણે પૂછી જ લીધું.
દેવતા પણ જે આવે અવિનય અને અવિવેક કરે તે પછી કેની સામે ફરિયાદ કરવી? ચાર ચાર જ્ઞાનના ધારક સુચારિત્રી એવા મહામુનિને મૂકીને તમે પહેલાં એક સ્ત્રીને પ્રણામ કર્યા ? !!!
આગંતુક દેવ જવાબ આપે તે પહેલાં જ મહામુનિએ તેને રોકીને પિતે જ મણિપ્રભને કહ્યું: “મણિપ્રભ ! એવું ઉતાવળે ન બેલ. આ મહાનુભાવને તુ ઓળખતું નથી. તેમણે જે કર્યું છે તે ઉચિત કર્યું છે.
મણિપ્રભને આથી ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે પૂછયું : ભગવંત! એ કેવી રીતે ?'
મહામુનિએ તેના આશ્ચર્યનું સમાધાન કરતાં કહ્યું : “આ મહાનુભાવ આગલા ભાવમાં મદનરેખાને પતિ હતા. તે યુવરાજ યુગબાહ હતું. તેના મોટાભાઈ મણિરથ મદનરેખાના રૂપમાં આસક્ત બન્યા. મદન રેખાને પિતાની પત્ની બનાવવા માટે મણિરથે યુગબાહુની હત્યા કરી. તેના મૃત્યુની છેલ્લી ક્ષણોએ મદનરેખાએ પિતાના પતિને ખૂબ જ સુંદર ધર્મ આરાધના કરાવી. યુગબાહુને સમતારસ પાયે. ચાર શરણું અંગીકાર કરાવ્યાં. નવકાર મંત્ર સંભળાવ્યું. આ આરાધનાના પુણ્યપ્રતાપે યુગબાહુ મરીને પાંચમા દેવલોકમાં જન્મ થતાં જ પિતાના અવધિજ્ઞાનથી તેણે જોયું કે “હું અહીં કયાંથી અને કેવી