________________
૨૬૮
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
બની ગયું કે તેણે ઊભા થઈ બે હાથ જોડી મદનરેખાની કામા માગતાં કહ્યું : “હે મહાસતી ! આજથી તું મારી બહેન છે, હું તારે ભાઈ છું. તારી આજ્ઞાનું હું પાલન કરીશ.'
મદન રેખાની આંખમાથી આનંદના આંસુ દદળી રહ્યા. ગદગદ્દ કકે તેણે કહ્યું : “ભાઈ ! તમે મહાન પિતાના મહાન પુત્ર છે. તમે મને અહીં નદીશ્વરદ્વીપ લઈ આવીને મારા પર મહાન ઉપકાર કર્યો છે. આવા અદ્દભૂત શાશ્વત તીર્થની તમે મને યાત્રા કરાવી અને આવા મહાન જ્ઞાની-ગુરુદેવના દર્શન-વંદન કરાવ્યાં, સાચે જ આજ હું ખૂબ જ પ્રસન્ન છું.” મદન રેખા મુનિરાજને પુત્ર અંગે પૂછે છેઃ
મદન રેખાના મનમાં ત્રણ વાતને આનંદ હતો. એક નન્દીશ્વરદ્વીપની દુર્લભ યાત્રા થઈ ગઈ. બેઃ મનઃ પર્યાવજ્ઞાની મણિચૂડ મુનીશ્વરના દર્શન થયાં અને ત્રણઃ પિતાના શીલની રક્ષા થઈ ગઈ! હવે મદનરેખાને પોતાના પુત્રની ચિંતા થઈ. પુત્રની યાદ તેને સતાવવા લાગી. પુત્ર વિશે જાણીને પિતાના મનને શાંત કરવાના હેતુથી તેણે મહામુનિને વિનયથી પૂછયું:
હે તારણહાર ! આપની પરમકૃપાથી મારા શીલની રક્ષા થઈ. નિર્ભય બની ગઈ. પ્રભ! મારા નવજાત શિશુને વૃક્ષ નીચે સુવડા હતું. તેનું શું થયું તે કૃપા કરીને બતાવશે.'
મહામુનિએ કરુણપૂર્ણ વાણીમાં કહ્યું: “મદનરેખા' મણિપ્રણે પ્રજ્ઞપ્તિ વિદ્યાની સહાયથી જે જણાવ્યું તે સત્ય છે. રાજા પવરથ એ બાળકને લઈ ગયેલ છે અને રાણું પુષ્પમાળાને આપે છે. રાજા-રાણું તેને ખૂબ પ્રેમથી રાખે છે.”
ભગવત ! રાજાને મારા પુત્ર પ્રત્યે આટલે પ્રેમ કેમ જાગ્રત થયો?” મદરેખાએ પિતાની જિજ્ઞાસા જણાવી.
પૂર્વજન્મનો સ્નેહ! પૂર્વ જન્મમાં બંને રાજકુમાર હતા. અને મરીને દેવલોકમાં દેવ થયા. દેવકનું આયુષ્ય પૂર્ણ કરી એક