________________
પ્રવચન-૫
ફરતા હતા. પરંતુ મદન રેખા પ્રત્યે તેમના હૈયે કોઈ હિંસક ભાવ નહોતે ! દયા અને કરુણુને પ્રભાવ
મદન રેખાના ચરિત્રગ્રંથમાં આ વાત લખી છે તે કઈ બેગ વાત નથી. મદનરેખાને પ્રભાવ બતાવવા માટે પણ નથી લખી. એ વાસ્તવિક ચિત્રણ છે. જેનું હદય દયા અને કરુણાથી સભર હોય છે, જેના હૈયામાંથી ચોરવૃત્તિ નામશેષ થઈ ગઈ હોય છે, એવા માણસ પાસે આવનાર હિંસક પશુ અને હિંસક માણસ પણ અહિંસક બની જાય છે તેમના હૈયામાંથી પણ વૈરવૃત્તિ ચાલી જાય છે. મહર્ષિ પતંજલિએ વેગસત્રમાં કહ્યું છે : “અહિંસાપ્રતિષ્ઠાયા તસન્નિધૌ વૈરત્યાગ જેના હૃદયમાં અહિંસાની પ્રતિષ્ઠા થઈ જાય છે તેના સાન્નિધ્યમાં આવા નારના હૃદય પણ વૈર ભાવથી મુક્ત બની જાય છે. આથી જ તે પરમાત્માના સમવસરણમાં વાઘ અને બકરી સાથે સાથે બેસે છે! વાઘ નિર્વેર બને છે. બકરી નિર્ભય બને છે
નજીકના ભૂતકાળમાં એવા કેટલાક ગીપુરુષ થઈ ગયા છે. કહે છે કે તેમની પાસે હિંસક જાનવર પણ પાળેલા પશુની જેમ નિર્ભય બનીને બેસતા ! મદનરેખાના હૃદયમાં અહિંસાની પ્રતિષ્ઠા થઈ ગઈ હતી. જીવમાત્ર પ્રત્યે તેના હૈયે મૈત્રીભાવ ઉભરાતે હતે. મિત્તી એ સવ્વભૂસુ–સૂત્રને મદનરેખાએ પોતાના જીવનમાં આત્મસાત કર્યું હતુ.
મદનરેખા વૃક્ષની ઘટા નીચે ઘાસની પથારીમાં સૂતી હતી ત્યાં મધરાતે તેણે પુત્રને જન્મ આપે. ન કેઈ પ્રસવ પીડા! ન કોઈ વિહ્વળતા ને વ્યાકુળતા ' સવાર પડી ત્યારે અવનરેખાએ પિતાના નવજાત પુત્રને યુગબાહુની વીંટી પહેરાવી દીધી અને પોતાની રનકંબલમાં પુત્રને લપેટીને તેને સુવડાવી દીધું. અને પોતે સ્નાન કરવા તેમજ વસ્ત્રો ધેવા સરવર પાસે ગઈ.