________________
૨૫૬ "
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
મલિન સ્વરૂપ જાણવું પડશે. મદન રેખાએ આ જ્ઞાન મેળવ્યું હતું તેથી તેનું હૃદય વિશુદ્ધ હતું. વિશુદ્ધ હૃદય પાપ કર્મોનાં બંધનમાં નથી પડવા દેતું. શુભ કમેને જ તે બંધ કરાવે છે. વિશુદ્ધ હદયથી એવા પુણ્યકર્મ બંધાય છે કે જેથી આત્મા પરિપુષ્ટ બનતો જાય.
તમને જયારે પણ બીજા છ માટે વિચાર આવે કે “આણે. મારું અહિત કર્યું.આણે મને દુ ખ આપ્યુ તેણે મારું નુકશાન કર્યું. ત્યારે તરત જ આ વિચારો બદલી નાંખજે. તેના બદલે વિચારજે કે એણે મારું અહિત નથી કર્યું. આ તે કે મારા જ પાપ કર્મો ઉદયમાં આવ્યાં તેથી આ અહિત થયું છે. મારા એ અશુભ કર્મો ઉદયમાં ન આવ્યાં હતા તે મારું અહિત કંઈ જ કરી શકત, નહિં. આ બધા તે નિમિત્ત માત્ર છે ! અથવા એમ પણ વિચારી શકાય કે પૂર્વભવમાં મેં તેનું કંઈ અહિત કર્યું હશે. તેને દુઃખ આપ્યું હશે તેથી આજે આ હિસાબ એ થઈ રહ્યો છે. નહિ તે તે મારું શા માટે અહિત કરે ?..' આમ વિચારવાથી જીવ નહિ થાય. તે જ પ્રમાણે જઠરાગને ખત્મ કરવા માટે અનિત્ય ભાવના અશુદ્ધિ ભાવના વગેરે બાર ભાવનાઓથી મનને સતત ભાવિત કરતા રહેવું જોઈએ.
જડને રાગ, જડ પદાર્થોને અનુરાગ ઘણી ઉપાધિઓ ઉભી કરે છે. ઘણે જ અનર્થ કરાવે છે. મણિરથને કેને ભમાવે? જડના રાગે જ ! મદન રેખાનું રૂપ શું હતું? જ પુદ્ગલેની રચના ! શરીર અને શરીર સબંધી તત્વ જડ-પુદ્ગલે જ છે.
જડ-રાગને દૂર કરવા, તેને અલ્પ કરવા વિચારો કે “જડ પુદ્ગલ રચના પરિવર્તનશીલ છે. પદાર્થ બદલાતા રહે છે. આજે જે. પદાર્થ સારે ને સુંદર લાગે છે તે કાલે જે પણ ન ગમે! જે જડ પદાર્થ આજ ખૂબજ મીઠે લાગે છે તે કાલે કહ પણ લાગે ! પદાર્થોની કોઈજ સ્થિરતા નથી,