________________
૨૫૦ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ગયે કે મણિરથે જાણી જોઈને મારી હત્યાને પ્રયાસ કર્યો છે. આથી તેનું શૌર્ય ઉછળી આવે અને બદલે લેવાના ભાવ જાગે તે સ્વાભાવિક હતું. આ અશુદ્ધ ભાવને દૂર કરવાની જરૂર હતી, મદન રેખાને પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કર્યો. કેવી સારી સારી વાતે તે સંભળાવે છે ! યુગબાહુને મદનરેખા પ્રત્યે પ્રેમ હતે. શ્રદ્ધા હતી. સદ્દભાવ હતું. આથી મદનરેખાની વાતે સીધી તેના હૈયા સુધી પહેરે છે. તેને જે મદનરેખા પર માત્ર દૈહિક રાગ હોત, માત્ર વાસનાજન્ય અનુરાગ હેત તે મદન રેખાની જ્ઞાનભરપૂર વાતે પસંદ પડત નહિ. એટલું જ નહિ, પૂર્વ જીવનમાં મદરેખાઅને યુગબાહુ વચ્ચે તત્વચર્ચા ધર્મચર્ચા થતી ન હતી તે પણ મૃત્યુ-સમયે મદનરેખાની ધર્મપ્રેરણા તેને રૂચત નહિ અને ત્રીજી વાત છે યુગબાહુના નિર્મળ આત્મભાવની. આત્મામાં કર્મમળ ઓછા હેવાથી પણ મૃત્યુસમયે ધર્મ-પ્રેરણા પ્રિય લાગે છે. મૃત્યુ સમયે ધર્મપ્રેરણા કેને ગમે? - મૃત્યુસમયે રાગ-દ્વેષ, મેહ આદિ અશુદ્ધ ભાવ મનમાં ન રહે અને મૈત્રી, સમતા, સમાધિ વગેરે વિશુદ્ધ ભાવ મનમાં રહે તે માટે ત્રણ વાત સમજી લે. યુગબાહુ અને મદન રેખાના જીવનમાંથી ત્રણ બાબત ફલિત થાય છે.
૧ જેના પ્રત્યે આપણા હૃદયમાં મૈત્રી, નેહ અને સદ્ભાવ હશે તે વ્યક્તિ જે મૃત્યુ સમયે પાસે હશે અને તે અંતિમ ધર્મ-આરાધના કરાવતી હશે તે એ ધર્મપ્રેરણાને આપણા આત્માને રપર્શ થશે.
૨. જીવનકાળ દરમિયાન તત્વચર્ચા, ધર્મચર્ચામાં રસ રાખે હશે તે મૃત્યુ-સમયે ધર્મ-પ્રેરણા પ્રિય લાગશે.
૩. આત્મા કર્મોનાં બંધનથી થડે પણ મુકત થયે હશે તે જીવનના અંત સમયે પરમાત્મ-મરણ પસંદ પડશે, ત્યારે પરમાત્માનું નામ યાદ આવશે. કર્મોથી ભારે બનેલા જીવને ભગવાનનું–પરમાત્માનું નામ ગમતું નથી.