________________
૨૪ર :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના મૈત્રીનું નિષેધાત્મક રૂપ છે કેઈ પણ જીવનું અહિત ન કરવું. કરૂણાનું વિધેયાત્મક રૂપ છે બીજા ના દુઃખ દૂર કરવાં. તેનું નિષેધાત્મક રૂપ છે બીજા અને દુખી ન કરવા. પ્રમોદનું વિધેયા
ત્મક રૂપ છે સુખી જીવેના સુખ જોઈને ખુશ થવું. તેનું નિષેધાત્મક રૂ૫ છે સુખી છના સુખ જોઈને કયારેય ઈર્ષ્યા ન કરવી. માધ્યસ્થનું વિધેયાત્મક રૂપ છે બીજા પાપી જીના ડેની ઉપેક્ષા કરવી. તેનું નિષેધાત્મક રૂપ છે પાપીઓ પ્રત્યે ધૃણા તિરસ્કાર ન કરે. બીજા જીવોનું અહિત તે ન જ કરશે?
જે કરવા યોગ્ય છે તે નહિ કરવાથી બીજાને નુકશાન નહિ થાય, પણ જે નથી કરવા જેવું તે કરવાથી બીજા છાનુ તે નુકશાન જ થશે. તમે બીજાને સુખ ન આપી શકે તે ચાલશે! પણ તમે બીજાનું સુખ છીનવી લે, છીનવી લેવા પ્રયત્ન કરે તે તે ન જ ચલાવી લેવાય. બીજાના દુઃખ દૂર નહિ કરે તે ચાલશે, પણ બીજાને દુખી કરવાના સોગઠા ગોઠવશો તે તે નહિ ચાલે. તમારા મનની આટલી શુદ્ધિ તે થવી જ જોઈએ.
તમારું હૈયુ બેલે છે કે હું બીજા નું અહિત નહિ કરું, નહિ જ કરૂં. બીજાને કયારેય દુખી નહિ કરું. બીજાના સુખની ઈર્ષ્યા નહિ જ કરૂં. કેઈપણ પાપીને તિરસ્કાર નહિ કરું. દેશ અને દુનિયાની વાત જવા દે, તમારી શેરી અને શહેરની વાત પણ જવા દે. તમારા કુટુંબીજને પ્રત્યે તમારા સગા-સંબંધી પ્રત્યે, સ્નેહીસ્વજને પ્રત્યે તે તમારું હૈયું, તમારું મન આવું બેલે છે ને? તમારા જે ઉપકારો છે, તેમના માટે તમે આવું બેલે છે ને? તમારા પરિચિત પ્રત્યે મનમાં આવા ભાવ થાય છે ને? ધર્મનું ઉદ્ભવસ્થાનઃ શુદ્ધ હદય.
સભામાંથી અમારું મન જે વિચારે છે તે તે આપને કહી શકીએ તેમજ નથી! અશુદ્ધ મન શું વિચારે?
મહારાજશ્રીઃ ભલે તમારું મન પૂરેપૂરું શુદ્ધ ન હોય, થોડ