________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ઉપાય કર્યા પરંતુ હાથી હજી ભાનમાં નથી આવ્યું. ત્યારે મેં હિંમત કરી મહારાજાને કહ્યું : “મહામંત્રીનું પૂજન-વસ્ત્ર હાથી પર ઓઢાડવામાં આવે તે હાથી જરૂર સજીવન થશે. આપ આજ્ઞા કરે તે એ પૂજનવ લઈ આવું. મહારાજાએ મને મૌન સંમતિ આપી એટલે અત્યારે હું દેહતી આવું છું. તે આપ કૃપા કરી મહામત્રીજીનું એ પૂજન-વસ્ત્ર મને આપે. મને શ્રદ્ધા છે કે સ્ત્રના પ્રભાવથી હાથી જરૂર સાજો થઈ જશે. ત્યારે મહારાજાને પિતાની ભૂલ સમજાશે. મહામંત્રી પ્રત્યે તેમને પૂર્વવતુ. સદભાવ જાગ્રત થશે. રાણી માટે પણ તે નિશંક બનશે. તે આપ નચિંત મને અને વિનાવિલએ એ દિવ્ય વસ્ત્ર આપો.”
ચતુરાના હૈયે રાણી અને મહામંત્રીને નિષ અને નિષ્કલંક સિદ્ધ કરવાની તમન્ના છે. કારણ કે તેના હૈયે બને માટે સનેહ અને સભાવ છે. ગુણવાન પુરુષને સુશીબતમાં જોઈને તેના અનુરાગીઓને ઊંડુ ખ થાય છે. ઘેરી ચિંતા થાય છે. ચતુરા પણ એવી અનુરાગી હતી. તેને એક જ ચિંતા હતી કે કયારે અવસર મળે અને રાણી અને મહામંત્રી નિષ્કલંક જાહેર થાય આજ તેને એ અવસર મળી ગયા હતા
પથમિણીને પણ ચતુરાની વાત નથી ગઈ તેણે પણ શ્રધ્ધાથી એ દિવ્ય પૂજન-વસ્ત્ર ચતુરાને આપી દીધું. ચતુરા વસ્ત્ર લઈને ચાલી ગઈ એટલે પથમિણી તરત જ ભયરામાં લીલાવતી પાસે ગઈ. લીલાવતી હજી હમણાં જ જાપ કરીને નિવૃત્ત થઈ હતી. તેણે એંસી હજાર જેટલા નવકાર એકાગ્ર ચિત્તે ગણ્યા હતા. પથમિણીએ લીલાવતીના બંને હાથ પ્રેમથી પકડી લઈને કહ્યું: “રાણજી. હવે તમારા દુઃખના દિવસો ગયા જ સમજો.”
લીલાવતીએ કહ્યું : “મારા દુખના દિવસે તે છે જ નહિ. મારા દિવસે તે અપૂર્વ સુખમાં વહી રહ્યા છે. મારી જિંદગીના આ સર્વશ્રેષ્ઠ દિવસો છે! શ્રી નવકાર મંત્રના જાપ-ધ્યાનમાં અભૂતપૂર્વ આત્માનંદ મળી રહ્યો છે?