________________
૨૦૬ .
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સિદ્ધાંત અનુસાર કરેલ અનુષ્ઠાન “ધમ બની જાય છે જયારે સિદ્ધાંત જાણયા વિના મનઃ કલ્પિત ઢંગથી કરેલ અનુષ્ઠાન “અધર્મ છે. સિદ્ધાન્ત અને પ્રયોગ :
તમારે ધર્મનું શરણ સ્વીકારવું છે ને ? તે ધર્મનું સ્વરૂપ બરાબર સમજી લે. એક એક ક્રિયા પ્રાગાત્મક રૂપથી કરે. પ્રયોગ શાળામાં-લેરેટરીમાં વિદ્યાર્થી પ્રયોગ કરે છે ને ? કેવી રીતે કરે છે? કયારે કરે છે? પહેલાં એ પ્રયોગના સિદ્ધાત સમજે છે, પછી અધ્યા પકના માર્ગદર્શન હેઠળ પ્રવેગ કરે છે. તમે લેકેએ સિદ્ધાંતનું અધ્યયન કર્યું છે? નથી કર્યું ! અને તમે પ્રગશાળામાં જાવ છો !
પરમાત્માનું મંદિર એક પ્રયોગશાળા છે. પરમાત્માનું મંદિર આધ્યાત્મિક શક્તિ જાગ્રત કરવાની પ્રયોગશાળા છે. ઉપાશ્રય પણ એક પ્રયોગશાળા છે. ત્યાં આત્મસ્વરૂપ પામવાના ભિન્ન ભિન્ન પ્રોગ થાય છે. “યાદિત અનુષ્ઠાન કરવાને અર્થ જ એ છે કે આપણે સિદ્ધાંત અનુસાર જ અનુષ્ઠાન કરીએ જેથી અનુષ્ઠાન “ધમ બને. લીલાવતી આપઘાત કરવા જાય છે ?
નાનું અનુષ્ઠાન પણ “થોદિત” કરવામાં આવે તે તે ધર્માનુષ્ઠાન તેનું ફળ આપશે જ. નવકાર મંત્રની એક માળા ફેરવવાનું જ અનુષ્ઠાન ભલે હેય, જે રીતે માળા ફેરવવાનું અનુષ્ઠાન કરવાનું કહેવામાં આવ્યું છે તે રીતે માળા ફેરવે તે એ અનુષ્ઠાનના પ્રભાવને તમને અનુભવ અચૂક થશે જ. માંડવગઢની મહારાણી લીલાવતીને મહામંત્રી પિથડશાએ હવેલીના સેંયરામાં ગુપ્તપણે રાખી ત્યારે મહામંત્રીએ લીલાવતીને જે નાનકડી ધમરાધના બતાવી હતી તે હતી શ્રી નવકાર મંત્રના જાપની ! કારણ કે રાણીનું હૃદય અત્યંત વ્યથિત હતું. પિતાના દુખથી જ વ્યથિત હતું, એમ નહિ, “મારા નિમિત્તે મહામંત્રી પર કલંક લાગ્યું, મારા કારણે ન જાણે હજી તેમને કેટલાં કષ્ટ ભોગવવા પડશે? મારી સુરક્ષા માટે તેમણે કેટલું