________________
૧૭૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
હતા. તેમણે પૂછયું : “દેવી ! તમે જ બતાવે. મહારાણીને બચાવવા આપણે શું કરી શકીએ તેમ છીએ? શું કરવું જોઈએ?” પથમિણીએ કહ્યું કે હું આપને શુ બતાવું? આપ જ એવો કેઈ ઉપાય વિચારે કે જેથી મહારાણી જંગલી પશુઓને શિકાર ન બની જાય. મને તેમની ઘણું જ દયા આવે છે. એ પવિત્ર અબળાને આપ જ બચાવી - શકે તેમ છે. કેટલી નાની ઉંમરમાં એ બિચારીને આ મહાદુઃખ આવી પડયું. આપ એને કેઈપણ રીતે બચાવી લે.”
પથમિણીનું હૈયું ભરાઈ આવ્યું. મહામંત્રીના મનમાં તે રાણીને બચાવી લેવાની ચેજના તૈયાર જ હતી. પરંતુ આ યોજનાને પાર પાડવા માટે પથમિણીની સંપૂર્ણ અને સહર્ષ સહમતી અનિવાર્ય હતી. કારણ કે એ રોજના ઘણી જોખમી હતી મહામંત્રીએ કહ્યું : જુઓ દેવી! એ રાણીને તમે જ સુરક્ષિત રાખી શકે તેમ છે. ગુપ્ત રીતે તમે રાણીને તમારી હવેલીના સેંયરામાં રાખે. કલંક દૂર થશે ત્યારે તે રાજાના મહેલે ચાલી જશે. બેલે છે તમારી આ માટે તૈયારી ?' મહામંત્રીએ આટલું કહીને પથમિણી સામે જોયું. જે રાણી પર, મહામંત્રીના પ્રેમમાં હેવાને આરેપ છે એને પિતાની જ હવેલીમાં આશરે આપ, એ કંઈ જેવું તેવું સાહસ ન હતું ! ઘણું મોટુ સાહસ હતું. ભારે જોખમ હતું. તેય પથમિણીએ જરાય ખચકાટ વિના નિઃસંકેચ આ માટે સંમતિ આપી. પતિ ઉપર પથમિણુને કે અવિચળ વિશ્વાસ હવે તેને આ પ્રસંગ જ્વલંત દાખલ છે. મારા પતિ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. તેમના મનમાં કયાય વિષયવિકાર નથી આ નિઃશક વિશ્વાસ પથમિણીના હૈયે હતે. આજે પતિએ પત્નીને વિશ્વાસ ગુમાવ્યા છે
પેથડશાએ પણ આ અવિચળ વિશ્વાસ સંપાદન કર્યો હશે ને? તમે લેકેએ તમારી પત્નીને આ વિશ્વાસ મેળ છે? તમારી પત્નીને તમારા પર વિશ્વાસ છે ને? “મારા સિવાય દુનિયાની બીજી બધી જ સ્ત્રીઓ મારા પતિને મા-બેન સમાન છે. તેઓ કદી પણ