________________
પવન
: ૧૪૯ પિતાના સંતાનના લગનમાં પણ ભાગ ન લે. કર્તવ્યથી ભાગ લે પડે તે પણ એ લગ્નના વ્યવહારમાં નિરસ જ રહેવાને. ઉદાસીન ભાવે જ પિતાનું કર્તવ્ય પૂરું કરવાને. તેને બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર બધા ખૂબ જ વહાલા લાગવાના. બ્રહ્મચર્યવ્રત તે ઉદાહરણ રૂપે કહું છું. કેઈપણુ ગુણ જે પોતાનામાં હોય, એ ગુણ બીજાનામાં જોઈને આનંદ જ થવું જોઈએ. ગુણવાન પુરૂષે પ્રત્યે સનેહ અને સદભાવ હોવા જોઈએ. જે નેહ અને સદૂભાવ હૈયે ન જાગે તે સમજવું કે તમારું મન ધાર્મિક નથી બન્યું.
સભામાંથી ; અમે લોકો તે ગુણવામાં પણ દેષ જોઈએ છીએ!
મહારાજશ્રી : તમે લેકે ઘણા બધા બુદ્ધિશાળી છો ને? ગુણવાન પુરુષમાં પણ દેષ જોનારા અને શ્રેષ કરનારા ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે પણ અગ્ય છે. પરંતુ આજે તે એવા લેકે જ મોટાભાગે ધર્મ ક્ષેત્રમાં જોવા મળે છે ને ? કારણ કે તેમને કઈ રાકનાર નથી, જેના મનમાં આવ્યું તે ઘૂસી આવ્યા ધર્મક્ષેત્રમાં ! ઘેર અવ્યવસ્થા પેદા થઈ છે આજે. ધર્મક્ષેત્રમાં આજે એવા અગ્યને બહાર કાઢનાર કેઈ નથી અને એગ્ય આત્માર્થીની કદર કરનાર કેઇ નથી ભીમશ્રાવક પેથડશાહને ભેટ મેકલે છે
મહાનુભાવ ભીમ પિતે બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્યવ્રત તેને ખૂબજ હાલુ હતું. આથી બીજા બ્રહ્મચારી પણ તેમને વહાલા હતા તેમનું સન્માન કરવાની ભાવના જાગી. બધા જ બ્રહ્મચારીને વસ્ત્ર મોકલ્યા તેમ મહામંત્રી પેથડશાને પણું વસ્ત્ર મેકલ્યા. જો કે પેથડશા બ્રહ્મ ચારી ન હતા. પરંતુ તત્કાલીન જૈન સંઘના તે સર્વમાન્ય શ્રેષ્ઠ શ્રાવક હતા. આથી ભીમે તેમને પણ વસ્ત્રો ભેટ મોકલ્યા. ભીમે પિતાના બે મિત્રોને વસ્ત્રો લઈને માંડવગઢ મોકલ્યા હતા. એ બને માંડવગઢ પહોંચ્યા. પેથડશાની હવેલી પર પહોંચીને બંને મિત્રોએ