________________
૧૪૮ ;
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બધાંને સ્થાન નથી હોતું. ધાર્મિક માણસનું જીવન ઔચિત્યપૂર્ણ હોય છે. તે સર્વત્ર ઔચિત્યનું પાલન કરે છે. તેના જીવનમાં અનુચિત પ્રવૃત્તિ નથી હોતી. કેમ બરાબરને? છે તમારું આવું જીવન ગુણાનુરાગી બનવું કઠીન છે?
માંડવગઢના મહામંત્રી પેથડશાના જીવનની એક રોચક અને બોધક ઘટના છે. માળવામાં એ સમયે તામ્રાવતી નગરીમાં ભીમ નામને સેનાને વેપારી રહેતા હતા. એ શ્રીમંત-ધનાઢ્ય તે હવે જ, સાથોસાથ તે પરમ ગુરૂભકત પણ હતું. પિતાના ગુરૂદેવનું સ્વર્ગ ગમન થતાં તેને એટલે ઊંડે આઘાત થયો કે તેણે અનને ત્યાગ કર્યો અને સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવા લાગ્યા. એક દિવસ તેના મનમાં ભાવના જાગી કે “મારા દેશના બધાજ બ્રહ્મચારી સ્ત્રી પુરૂષનું સન્માન કર્યું. તેણે દરેક બ્રહ્મચારીને પાંચ પાંચ વસ્ત્ર અને એક રેશમી વસ્ત્ર પરમાત્મપૂજન માટે મોકલ્યા. બ્રહ્મચારીને બીજા બ્રહ્મચારી માટે પ્રેમ હોય છે. જે ગુણ, જે ધર્મસાધના તમને પ્રિય હોય છે, તે ધમસાધના, એ ગુણ બીજાના જીવનમાં તમે જુઓ તે તમને શું થાય છે? પ્રસન્નતા અનુભવે છે ને? તેમની ભકિત કરવાના ભાવ હૈયે જાગે છે ને ? તમારા હૈયાને તપાસે. તમારા જીવનનું ચિંતન કરો. ગુણવાન બનવું હજી સરળ છે પણ ગુણાનુરાગી થવું એટલું સરળ નથી ! પિતા સ્વયં બ્રહ્મચારી હોય અને તેને છોકરે બ્રહ્મચારી બનવા ઈચછે તે એ પિતા પુત્રને શું કહેશે?
સભામાંથી ના પાડશે. નાની ઉંમરમાં બ્રહ્મચર્યનું પાલન નથી કરવાનું,” એમ કહેશે.
મહારાજશ્રી: આને અર્થ તે એ છે કે બ્રહ્મચર્ય વ્રત સારું છે એટલા માટે પિતાએ વ્રત નથી લીધું પણ ભેગસુખ ભેગવવાની શક્તિ નથી રહી એટલે વ્રત લીધું છે! શકિત હશે ત્યાં સુધી એ વ્રત નહિ લે ! કેમ બરાબર ને? નહિ તે યુવાન પુત્રને બ્રહ્માચારી થવા માટે બ્રહ્મચારી પિતા કદી ના પાડે ખરા? બ્રહ્મચર્ય-વત જેને પ્રિય લાગ્યું અને એ વ્રત લીધું તે એ પિતા