________________
૧૩૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના થાય તેમ ચૂપચાપ તે મહામંત્રીની પાસે પહોંચી ગયો. ઈશારાથી ત્યાં બેઠેલા એક પુરૂષને દૂર જવાનું જણાવી રાજા પિતે તેના સ્થાને બેસી ગયા. રાજાએ પુષ્પને અનુક્રમમાં ગઠવવાનો પ્રયત્ન કર્યો પણ ગઠવી ન શકો. ખોટા ક્રમમાં પુપ હાથમાં આવ્યું એટલે પેથડશાએ મેં ફેરવીને જોયું તે ત્યાં પોતાના માણસના બદલે રાજાને બેઠેલે જે ક્ષણભર તે રાજાને એ જોઈ જ રહ્યા ! પરંતુ રાજાએ તુરત પેલા માણસને ફરી તેના સ્થાને બેસાડી અને પુપપૂજા પૂરી કરવા કહ્યું. રાજા પિતે મંદિરની બહાર આવી ગયું. રાજાના મનમાં અનેક વિચાર ઉભરાવા લાગ્યા,
આ પરમાત્મભક્ત મહામંત્રી શું ક્યારેય પણ વિશ્વાસઘાત જેવું ઘોર પાપ કરે ખરે? કદી નહિ. પરમાત્મ–પૂજનમાં આટલી તલીનતા વિશ્વાસઘાતીના જીવનમાં આવી શકે જ નહિ, કારણ કે પાપીનું મન ચંચળ અને અરિથર હોય છે. મહામંત્રીને મનમાં રાજ્યની લાલસા હોય તે તે આટલા નિશ્ચળ અને સ્થિર ચિત્ત રહી શકે જ નહિ. આટલી પ્રસન્નતા અને પવિત્રતા તેમના ચહેરા પર છલકાઈ જ ન શકે. મારું સૌભાગ્ય છે કે મને આ ગુણસમૃદ્ધ મહામંત્રી મળે છે ? ઈર્ષ્યા માનવસહજ નિર્બળતા
પેથડશાની પરમાત્મપૂજાએ રાજાને પ્રભાવિત કર્યો. રાજાના મનમાં આ પ્રસંગથી પેથડશા પ્રત્યે આદર દ્વિગુણિત બન્યો રાજાએ એ ઈર્ષાળુ રાજપુરૂષને સેવામાંથી હાંકી કાઢયા. પેથડશાને એ રાજપુરૂષે પ્રત્યે પણ કઈ કેષ ન થયો. માનવસહજ નિર્બળતાને તેઓ જાણતા હતા. ઈર્ષ્યા માનવ સહેજ નિર્બળતા છે. બીજાને ઉત્કર્ષ અને પ્રસન્ન થનાર ગુણવાન પુરૂષ તે સંસારમાં ગયાં ગાંઠયાં જ! તેમાં પણ આ તે રાજકારણ રાજકારણમાં તે એકબીજાના પગ ખેંચવાની જ રમત ચાલતી હોય છે. બીજાને ખુરસી પરથી ઉઠાડે અને હું બેસી જાઉં; આમ જ ચાલે છે ને રાજકારણમાં?