________________
પ્રવચન-૮
: ૧૩૭
પુરાવે છે તમારી પાસે જે તમારા કહેવાથી હું આવી વાત માની શકું નહીં, હેય તે પુરા હાજર કરે પેથડશાહની વિરૂદ્ધ ષડયંત્ર:
રાજા જયસિંહ બુદ્ધિશાળી હતું. તે સમજતું હતું કે પેથડશાની કીર્તિ દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્યની પ્રજાને પેથડશાના પ્રત્યે અમાપ પ્રેમ અને આદર છે. આથી બીજા રાજપુરુષના હૈયે ઈષ્યની આગ સળગી છે. બીજાની પ્રગતિ જોઈને, બીજાની ઉન્નતિ જોઈને રાજી થનારા માણસે બહુ ઓછા હોય છે, આ સંસારમાં. ઈર્ષાથી પ્રેરાઈને માણસ સાવ બેટા આરોપ મૂકે છે. યશકીર્તિના શિખર પરથી ગબડાવી મૂકવા તે પિતાના બધા જ પ્રયત્ન કરે છે. અદેખા રાજ પુરુષની વાત રાજાએ સાંભળી લીધી પણ પુરા-આધાર માંગ્યું. શાજપુરુષેએ કહ્યું : “મહારાજા મહામંત્રી પરમાત્માની પૂજા માટે મધ્યાન્હ સમયે મદિરે જાય છે ત્યારે તે ત્યાં બીજા શત્રુ રાજાઓને મળે છે અને આપના વિરૂદ્ધ ષડયંત્ર રચે છે. આપ મહામંત્રી પર વધુ પડતે વિશ્વાસ ન મૂકે.”
રાજપુરૂષની આ વાત સાંભળી રાજાના મનમાં પેથડશા વિરૂદ્ધ જરાય શ કા ન થઈ. મહામંત્રીની નિષ્ઠામાં સહેજ પણ સંદેહ ન થ. રાજપુરૂષને વિદાય કરીને રાજાએ મધ્યાહ્નના સમયે જિનમંદિરે જવાનો નિર્ણય કર્યો. મધ્યાહનનો સમય થયે. પિડિશા જે જિનમંદિરે જતા હતા ત્યાં તે જઈ પહોંચે. મંદિરમાં જતાં તેણે જે દશ્ય જોયું તેથી આનંદથી તે પુલકિત થઈ ગયો. આંખમાં હર્ષના આસુ આવી ગયાં. જિનમંદિરમાં પ્રશમરસથી પરિપૂર્ણ પરમાત્માની નયનરમ્ય પ્રતિમા હતી. એ પ્રતિમા સામે મહામંત્રી પેથડશા અપ્રમત્તપણે એકાગ્ર બની બેઠા હતા અને પુષ્પપૂજા કરી રહ્યા હતા. પરમાત્માને સુગંધી પુથી સજાવી રહ્યા હતા. પેથડશાની નજર પરમાત્માની પાવનકારી પ્રતિમા પર સ્થિર હતી. શુદ્ધ ઘીના દીપક પ્રજવળી રહ્યા હતા. સુગંધી ધૂપની સુવાસથી મંદિર મઘમઘી રહ્યું હતું. વાતાવરણ એટલું બધું તે આહ્લાદક હતું કે રાજા
સિંહનું તન-મન પ્રફુલિત બની રહ્યું. જરા પણ અવાજ ન