________________
૧૨૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
કેમ મેં વકાસ છે? આખે કેમ ઝીણી અને ચૂંચી બની ગઈ છે ? તે શું તમે જેમ મનફાવે તે ક્રિયા કરે તેને ધર્મ માને છે ? વિધિને સાચવ્યા વિના આડેધડ અનુષ્ઠાન કરે છે તેને ધર્મ ગણે છે? એવા ધર્મનું ફળ સ્વર્ગ અને મેક્ષ માને છે તે તમારા હૈયે બરાબર કતરી રાખે કે આવી ધર્મશાસ્ત્ર-નિરપેક્ષ ધર્મક્રિયા કરવાથી વર્ગ કે મેક્ષનું ફળ નથી મળતું. ધર્મક્રિયાઓ, ધર્માનુષ્ઠાન તે ધર્મશાસ્ત્રોના કહ્યા પ્રમાણે જ કરવાં પડશે. આ માટે ધર્મ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. એટલું જ નહિ, આચાર્ય દેવે આ ગ્રન્થમાં જે બીજી પણ વાત કહી છે તેનું પણ બરાબર ધ્યાન રાખવું પડશે. તમે સે તે શાંતિથી સાંભળો, એ વાત પર વિચારે અને ધર્મના સ્વરૂપને બરાબર સમજે. જાણે!
આજે બસ આટલું જ,