________________
१२
સસ્કારે હિંદી ભાષામાં છ અધ્યાય જેટલું લખાવ્યું હતું. હિંદીમાંથી ગૂજરાતી જાતે જ કરવું એ શકય અને ઇષ્ટ છતાં તે માટે વખત ન હતેા; બાકીનું ગુજરાતીમાં લખુ` તેણે પ્રથમ હિંદી લખેલ તેનું શું ? યેાગ્ય અનુવાદક મેળવવા એ પણ દરેક ધારે તેમ સહેલી વાત નથી. આ બધી મૂંઝવણ હતી; પણ સદ્ભાગ્યે એને! અંત આવી ગયેા વિદ્વાન અને સહૃદય મિત્ર રસિકલાલ છેટાલાલ પરીખે હિંદીને ગુજરાતીમાં ઉતાર્યુ અને બાકીના ચાર અધ્યાયેા મે' ગૂજરાતીમાં જ લખી નાંખ્યા. આ રીતે લગભગ અગિયાર વર્ષ પહેલાં શરૂ કરેલ સકલ્પ છેવટે પૂરા થયા.
પહેલાં તત્ત્વાથ ઉપર વિવેચન લખવાની કલ્પના થઈ ત્યારે તે વખતે નક્કી કરેલ ચેાજનાની પાછળ દૃષ્ટિ એ હતી કે સંપૂર્ણ જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારનું पद्धति સ્વરૂપ એક જ સ્થળે પ્રામાણિક રૂપમાં એના વિકાસક્રમ પ્રમાણે જ લખાયેલું દરેક અભ્યાસીને સુલભ થાય, જૈન અને જૈનેતર તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને નડતી પરિભાષાભેદની દીવાલ તુલનાત્મક વર્ણન દ્વારા તૂટી જાય, અને અત્યાર સુધીમાં ભારતીય દશનામા કે પશ્ચિમીય તત્ત્વજ્ઞાના ચિંતનામાં સિદ્ધ તેમજ સ્પષ્ટ થયેલ મહત્ત્વના મુદ્દાઓ વડે જૈન જ્ઞાનકાશ સમૃદ્ધ થાય એ રીતે તત્ત્વા'નું વિવેચન લખવુ. આ ધારણામાં તત્ત્વાર્થની બન્ને ફિરકાઓની કાઈ પણ એક જ ટીકાના અનુવાદને કે સારને અવકાશ ન હતા, એમાં બધી ટીકાઓના દહન ઉપરાંત ખીજા પણ મહત્ત્વના જૈન ગ્રંથેાના તારણને સ્થાન હતું; પણ જ્યારે એ વિશાળ યાજનાએ મધ્યમ માનું રૂપ લીધુ ત્યારે
,