________________
હું તે વખતે રહે અને લખતે હતી ગૂજરાતમાં, પતિ પણ પ્રથમ નક્કી કરેલી ટૂંકાવી જ હતી, છતાં પૂર્વ સંસ્કારો એક જ સાથે કદી નથી ખરી પડતા એ માનસશાસ્ત્રના નિયમથી હું પણ બદ્ધ જ હતો, એટલે આગ્રામાં લખવા ધારેલ અને શરૂ કરેલ હિંદી ભાષાને સંસ્કાર મારા મનમાં કાયમ હતો, તેથી મેં તે જ ભાષામાં લખવાની શરૂઆત કરી હતી બે અધ્યાય હિંદી ભાષામાં લખાયા-ન લખાયા ત્યાં તે વચ્ચે રહેલ “સન્મતિ'ના કામનું ચક્ર પાછુ ચાલું થયુ અને એના વેગે “તત્વાર્થ'ના કામને ત્યાં જ અટકાવ્યું,
સ્થૂલ રીતે કામ ચાલતું ન દેખાતું, પણ મન તે વિશેષ અને વિશેષ જ કામ કરી રહ્યું હતું. તેનું મૂર્ત રૂપ પાછું બે વર્ષ પછી કલકત્તામાં રજાના દિવસેમાં થોડું સિદ્ધ થયું અને ચાર અધ્યા સુધી પહોંચ્યા. ત્યાર બાદ માનસિક અને શારીરિક અનેક જાતનાં દબાણ વધતા જ ગયાં એટલે “તત્ત્વાર્થને હાથમાં લેવું કઠણ થઈ પડયું, અને એમ ને એમ ત્રણ વર્ષ પાછાં બીજાં જ કામેએ લીધાં ઈ. સ. ૧૯૨૭ના ઉનાળામાં રજા દરમિયાન લીબડી રહેવાનું થયું ત્યારે વળી “તત્ત્વાર્થ હાથમાં આવ્યું અને થોડું કામ આગળ વધ્યું આમ લગભગ છ અધ્યાય સુધી પહોંચ્યો. પણ મને છેવટે દેખાયું કે હવે સન્મતિતર્ક'નું કાર્ય પૂર્ણ કર્યા પછી જ “તત્વાર્થને હાથમાં લેવામાં એ કામને અને મને ન્યાય મળશે. આ નિશ્ચયથી સન્મતિતર્કના કામને બેવડા વેગથી આપવા લાગે. પણ આટલા વખત સુધીમાં ગૂજરાતમાં રહેવાથી અને ઈષ્ટ મિના કહેવાથી એમ લાગ્યું હતું કે પહેલા “તત્વાર્થ' ગૂજરાતીમાં બહાર પાડવું. આ ન સંસ્કાર છૂટ ન હતું અને જૂના