________________
અધ્યાય ૮- સૂત્ર ૧૫૨૧
૩૩૭ મેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કેટીકેટી સાગરેપમ પ્રમાણુ છે. )
નામ અને ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેટકેટી સાગરેપમ પ્રમાણ છે.
આયુષની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપમ પ્રમાણ છે.
જઘન્ય સ્થિતિ વેદનીયની બાર મુહૂર્ત પ્રમાણ છે.
નામ અને ગોત્રની જઘન્ય સ્થિતિ આઠ મુહૂતી : પ્રમાણ છે.
બાકીના પાંચે અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહનીય અને આયુષની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ,
પ્રત્યેક કર્મની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવવામાં આવી છે, તેના અધિકારી મિથ્યાદષ્ટ પર્યાપ્ત સરી પંચેદિય હેય છે; જઘન્ય સ્થિતિના અધિકારી જુદા જુદા સંભવે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગેત્ર અને અંતરાય એ છ ની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મસ પરાય નામક દશમ ગુણસ્થાનમાં સંભવે છે; મોહનીયની જઘન્ય સ્થિતિ નવમા અનિવૃત્તિબાદરસં૫રાય નામક ગુણસ્થાનમાં સંભવે છે, અને આયુષની જધન્ય સ્થિતિ સંખ્યાતવર્ષજીવી તિર્યંચ અને મનુષ્યમાં સભવે છે. મધ્યમ સ્થિતિ અસંખ્યાત પ્રકારની છે, અને તેના અધિકારીઓ કાષાયિક પરિણામના તારતમ્ય પ્રમાણે અસંખ્યાત હોય છે. [૧૫-૨૧]
त २२