________________
આટ
અધ્યાય ૮ આસ્રવના વર્ણન પ્રસંગે વ્રત અને દાનનું વર્ણન કરીને હવે બંધતત્વનું વર્ણન કરવામાં આવે છે.
પ્રથમ બધહેતુઓનો નિર્દેશ કરે છે? मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः ।।
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ પાંચ બંધના હેતુઓ છે.
બંધનું સ્વરૂપ આગળના સૂત્રમાં વર્ણવવામાં આવનાર છે. અહીં તે તેના હેતુઓને નિર્દેશ છે. બંધના હેતુઓની સંખ્યા વિષે ત્રણ પરંપરાઓ દેખાય છે. એક પરંપરા પ્રમાણે કષાય અને યોગ એ બે જ બંધના હેતુઓ છે; બીજી પરંપરા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચોગ એ ચાર બંધહેતુઓની છે. ત્રીજી પરંપરા ઉક્ત ચાર હેતુઓમાં પ્રમાદને ઉમેરી પાંચ બંધહેતુઓ વર્ણવે છે. આ રીતે સંખ્યાનો અને તેને લીધે નામેને ભેદ હોવા છતાં તાત્વિક દૃષ્ટિએ એ પરંપરાઓમાં કશો જ ભેદ નથી. પ્રમાદ એ એક પ્રકારને અસંયમ જ