________________
ર૦
તરવાથસૂત્ર વિધિ, દેયવસ્તુ, દાતા અને ગ્રાહકની વિશેષતાથી તેની અથત દાનની વિશેષતા છે.
દાનધર્મ એ જીવનના બધા સણેનું મૂળ છે, તેથી એને વિકાસ એ પારમાર્થિક દૃષ્ટિએ અન્ય સદગુણેના ઉત્કર્ષને આધાર છે અને વ્યવહાર દષ્ટિએ માનવી વ્યવસ્થાના સામંજસ્યનો આધાર છે.
દાન એટલે ન્યાયપૂર્વક પિતાને પ્રાપ્ત થયેલી વસ્તુનું બીજા માટે અર્પણ કરવું તે. એ અર્પણ તેના કરનારને અને તેના સ્વીકારનારને ઉપકારક હેવું જોઈએ. અર્પણ કરનારને મુખ્ય ઉપકાર એ જ કે એ વસ્તુ ઉપરની તેની મમતા ટળે અને તે રીતે તેને સંતાપ અને સમભાવ કેળવાય; સ્વીકાર કરનારને ઉપકાર એ કે તે વસ્તુથી તેની જીવનયાત્રામાં મદદ મળે અને પરિણામે તેના સગુણે ખીલે.
બધાં દાન, દાનરૂપે એક જેવાં જ હોવા છતાં તેમના ફળમાં તરતમભાવ રહેલું હોય છે, એ તરતમભાવ દાનધર્મની વિશેષતાને લઈને છે. અને એ વિશેષતા મુખ્યપણે દાનધર્મનાં ચાર અંગેની વિશેષતાને આભારી છે. એ ચાર અંગેની વિશેષતા નીચે પ્રમાણે વર્ણવવામાં આવી છે?
વિધિની વિશેષતાઃ એમાં દેશકાલનું ઉચિતપણું અને લેનારના સિદ્ધાંતને બાધા ન કરે તેવી કલ્પનીય વસ્તુને અર્પણ ઇત્યાદિ બાબતેને સમાવેશ થાય છે.
pવ્યની વિરોષતાઃ એમાં દેવાતી વસ્તુના ગુણને સમાવેશ થાય છે. જે વસ્તુનું દાન કરવામાં આવે તે વસ્તુ લેનાર પાત્રની જીવનયાત્રામાં પોષક હોઈ પરિણામે તેને પિતાના ગુણવિકાસમાં નિમિત્ત થાય તેવી હેવી જોઈએ.