________________
૨૯ર
તત્વાર્થસૂત્ર અનાન એ માનવી વૃત્તિમાં તો નથી જ હતાં એવું સાબિત ન થઈ શકે ત્યાં સુધી, અહિસાના પક્ષપાતીઓને હાથે પણ અજાણપણે કે ભૂલથી કોઈને પ્રાણનાશ થઈ જવાને સંભવ છે. એટલે એ પ્રાણુનાશ હિંસાદેવમાં આવે કે નહિ ? ૩. ઘણીવાર અહિંસક વૃત્તિવાળા કોઈને બચાવવા કે તેને સુખ સગવડ પહોંચાડવા પ્રયત્ન કરે છે અને પરિણામ છે તેથી ઊલટું આવે છે, એટલે કે, સામાના પ્રાણ જાય છે, તેવી સ્થિતિમાં એ પ્રાણુનાશ હિંસાદેવમાં આવે કે નહિ?
આવા પ્રશ્નો સામે આવતાં તેના ઉત્તર માટે હિંસા અને અહિંસાના સ્વરૂપની વિચારણા ઊંડી ઊતરે છે અને તેમ છતાં તેનો અર્થ પણ વિસ્તરે છે. કોઈના પ્રાણ લેવા કે બહુ તે તે માટે દુખ આપવું, એ હિંસાને અર્થ થશે, અને કોઈને પ્રાણ ન હરવા કે તે માટે કોઈને તકલીફ ન આપવી એટલે જ અર્થ અહિંસાને થતું, તેને બદલે હવે અહિંસાના વિચારોએ ઝીણવટમાં ઉતરી નક્કી કર્યું કે, માત્ર કેઈન પ્રાણ લેવા કે માત્ર કોઈને દુઃખ આપવું એ હિંસાદેવ જ છે એમ ન કહી શકાય; પણ પ્રાણવધ કે દુઃખ દેવા ઉપરાંત તેની પાછળ તેમ કરનારની શી ભાવના છે તે તપાસીને જ તેવી હિંસાના દેશપણું કે અદોષપણાનો નિર્ણય કરી શકાય. તે ભાવના એટલે રાગદ્વેષની વિવિધ ઉમિઓ અગર બીનકાળજીપણુ. જેને શાસ્ત્રીય પરિભાષામાં “પ્રમાદ” કહેવામાં આવે છે. આવી અશુભ અને શુદ્ર ભાવનાથી જ જે પ્રાણનાશ થયો હોય કે જે દુ:ખ દેવાયું હોય, તે જ હિંસા અને તે જ હિંસા દેવરૂપ; અને એવી ભાવના વિના થયેલાં પ્રાણનાશ કે દુખપ્રદાન એ દેખીતી રીતે હિંસા