________________
અધ્યાય ૫- સૂત્ર ૩૩-૩૫
૨૩૫ એક સંખ્યાવાળા હોય ત્યારે બંધ થ કે ન થવો, ૨. પાંત્રીસમા સૂત્રમાં આદિ પદથી ત્રણ આદિ સંખ્યા લેવી કે નહિ, ૩. પાંત્રીસમા સૂત્રનું બંધવિધાન ફક્ત સદશ સદશ અવયને માટે માનવું કે નહિ.
૧. ભાષ્યની વૃત્તિ પ્રમાણે બને પરમાણુઓ જ્યારે જઘન્યગુણુવાળા હોય છે, ત્યારે એમનો બંધ નિષિદ્ધ છે, અર્થાત એક પરમાણુ જઘન્યગુણવાળો હોય અને બીજે જઘન્યગુણવાળ ન હોય તે ભાષ્ય તથા વૃત્તિ પ્રમાણે એમને બંધ થઈ શકે છે. પરંતુ સર્વાર્થસિદ્ધિ આદિ બધી દિગંબરીય વ્યાખ્યાઓ પ્રમાણે જઘન્યગુણ યુક્ત બે પરમાણુઓના પારસ્પરિક બંધની માફક એક જધન્યગુણ પરમાણુને બીજા અજઘન્યગુણ પરમાણુની સાથે પણ બંધ થતા નથી.
૨. ભાષ્યની વૃત્તિ પ્રમાણે પાંત્રીસમા સૂત્રમાં આદિ પદને ત્રણ આદિ સંખ્યા અર્થ લેવાય છે. આથી જ એમાં કઈ એક અવયવથી બીજા અવયવમા સ્નિગ્ધત્વ અથવા રક્ષત્વના અંશ બે, ત્રણ, ચારથી તે સંખ્યાત, અસખ્યાત, અનંત સુધી અધિક હોય તે પણ બંધ માનવામાં આવે છે, ફકત એક અંશ અધિક હોય તે બધ માનવામાં આવતું નથી. પરંતુ દિગંબરીય બધી વ્યાખ્યાઓ પ્રમાણે ફકત બે અંશ અધિક હોય તે જ બધ માનવામાં આવે છે. અર્થાત એક અશની માફક ત્રણ, ચારથી તે સંખ્યાત, અસંખ્યાત, અનત અશ સુધી અધિક હોય તે પણ બંધ માનવામાં આવતું નથી.
૩. પાત્રીસમા સૂત્રમાં ભાષ્યની વૃત્તિ પ્રમાણે બે, ત્રણ આદિ અશ અધિક હોય તે પણ જે બંધનું વિધાન છે તે