________________
અચાય ૧- સૂત્ર ૧૮-૧૯ ઉ–પાંચ ઇન્દ્રિયો અને મન એ છને અર્થાવગ્રહ આદિ ચાર ચાર ભેદથી ગુણતાં ચેવિસ થાય. એમાં ચાર પ્રાપ્યકારી ઈદ્રિના ચાર વ્યંજનાવગ્રહ ઉમેરવાથી ૨૮ થાય એ ૨૮ને બહુ, અપ, બહુવિધ, અલ્પવિધ આદિ બાર બાર ભેદોથી ગુણતા ૩૩૬ થાય. આ ભેદોની ગણતરી સ્થળદષ્ટિથી છે; વાસ્તવિક રીતે તે પ્રકાશ આદિની ફુટતા, અસ્કુટતા, વિષયની વિવિધતા અને ક્ષયે પશમની વિચિત્રતાને લીધે તરતમભાવવાળા અસંખ્ય ભેદ થાય છે.
પ્ર–પહેલાં જે બહુ, અલ્પ આદિ ૧૨ ભેદ કહ્યા છે તે તે વિષયના વિશેષોમાં જ લાગુ પડે છે, જ્યારે અથવગ્રહને વિષય તો માત્ર સામાન્ય છે; આથી તે અર્થાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે?
ઉ–અર્થાવગ્રહ બે પ્રકારનો માનવામાં આવે છે - વ્યાવહારિક અને શૈક્ષયિક. બહુ, અલ્પ આદિ જે ૧૨ ભેદ કહ્યા છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહના જ સમજવા જોઈએ, નથયિકના નહિ. કેમ કે થિયિક અથવગ્રહમા જાતિગુણ-ક્રિયા
ન્ય માત્ર સામાન્ય પ્રતિભાસિત થાય છે, આથી એમાં બહુ, અલ્પ આદિ વિશેષોના ગ્રહણને સ ભવ જ નથી.
પ્ર–વ્યાવહારિક અને નૈઋયિકમાં શું તફાવત છે?
ઉ–જે અથવગ્રહ પ્રથમ જ સામાન્યમાત્રનું ગ્રહણ કરે છે તે નૈયિક. અને જે જે વિશેષગ્રાહી અવાયજ્ઞાનની પછી નવા નવા વિશેની જિજ્ઞાસા અને અવાય થતાં રહે છે, તે બધાં સામાન્ય વિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યાવહારિક અથવગ્રહ છે. અર્થાત ફક્ત તે જ અવાયજ્ઞાનને વ્યાવહારિક અર્થાવગ્રહ ન સમજ કે જેની પછી બીજા વિશેની