________________
२२
તવાથસૂત્ર અનાયાસે જાણી શકાય છે. તે આ રીતે જીવ કેઈક વાર સમ્યગ્દર્શનરહિત હોય છે પણ જ્ઞાનરહિત હોતો નથી, કેઈને કોઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન, સમ્યક્ત્વનો આવિર્ભાવ થતાં જ સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાન અને અસમ્યજ્ઞાનને તકાવત એ છે કે પહેલું સમ્યફવસહચરિત છે, જ્યારે બીજું સમ્યકત્વરહિત એટલે મિથ્યાત્વસહચરિત છે.
પ્ર–સમ્યક્ત્વને એવો તે શે પ્રભાવ છે કે એ ન હોય ત્યારે જ્ઞાન ગમે તેટલું અધિક અને અબ્રાન્ડ હેય છતાં તે અસમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને જ્ઞાન ડું, અસ્પષ્ટ અને બ્રમાત્મક હોય છતાં સમ્યફવા પ્રગટ થતાં જ તે સમ્યજ્ઞાન કહેવાય છે ?
ઉ૦–આ અધ્યાત્મશાસ્ત્ર છે એટલા માટે એમા સમ્યજ્ઞાન અસમ્યજ્ઞાનનો વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે; પ્રમાણુશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતો નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનનો વિષય યથાર્થ હોય તે જ સમ્યજ્ઞાન–પ્રમાણ, અને જેને વિષય અયથાર્થ હેય તે જ અસભ્યજ્ઞાન-પ્રભાણાભાસ કહેવાય છે પરંતુ આ આધ્યાત્મિક શાસ્ત્રમાં પ્રમાણુશાસ્ત્રને સંમત સમ્યમ્ અસભ્ય જ્ઞાનને એ વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહીંયાં જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાનિત થાય તે સંખ્યાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય એ જ અ જ્ઞાન, એ દૃષ્ટિ મુખ્ય છે. એ પણ સંભવ છે કે સામગ્રી ઓછી હેવાને કારણે સમ્યફવી જીવને કેઈક વાર કેઈક વિષયમાં સંશય પણ થાય, ભ્રમ પણ થાય, અસ્પષ્ટ