________________
અત્યાર સુધીમાં લેવામા આવ્યા છે, તે બધા જ દશમા– અગિયારમા સૈકા પછીના છે, અને તેમને જૂને વિશ્વસ્ત આધાર કાંઈ પણ દેખાતું નથી. ખાસ વિચારવા જેવી બાબત તે એ છે કે, પાંચમાથી નવમા સિકા સુધીમાં થયેલા તત્ત્વાર્થસૂત્રના પ્રસિદ્ધ અને મહાન દિગંબરીય વ્યાખ્યાકારોએ પોતપોતાની વ્યાખ્યામાં ક્યાય પણ તત્ત્વાર્થસૂત્રને ઉમાસ્વાતિનું રચેલું સ્પષ્ટપણે કહ્યું નથી, અને એ ઉમાસ્વાતિને દિગંબરીય,
તાબરીય કે તટસ્થ તરીકે જણાવ્યા જ નથી. જો કે શ્વેતાંબરીય સાહિત્યમાં આઠમા સૈકાના ગ્રંથમાં તત્વાર્થસૂત્ર વાચક ઉમાસ્વાતિરચિત હેવાના વિશ્વસ્ત ઉલ્લેખ મળે છે અને એ ગ્રંથકારની દષ્ટિમાં ઉમાસ્વાતિ શ્વેતાંબરીય હેય એમ લાગે છે, પણ સલમા, સત્તરમા સૈકાની ધર્મસાગરની તપાગચ્છની પટ્ટાવલી બાદ કરીએ, તે કોઈ બેતાબરીય ગ્રંથ કે પટ્ટાવલી આદિમાં તત્ત્વાર્થસૂત્રપ્રણેતા વાચક ઉમાસ્વાતિ, શ્યામાચાર્યના ગુરુ છે એ નિર્દેશ સુધ્ધાં જણાતું નથી.
વાચક ઉમાસ્વાતિની પિતાની જ રચેલી પિતાના કુળ અને ગુરુની પરંપરાને દર્શાવતી જરા પણ સંદેહ વિનાની તત્વાર્થસૂત્રની પ્રશસ્તિ આજ સુધી કાયમ હોવા છતાં, તેમના
" तत्त्वार्थशास्त्रकर्तारं गृध्रपिच्छोपलक्षितम् ।
वन्दे गणीन्द्रसंजातमुमास्वामिमुनीश्वरम्" ॥ આ અને આ મતલબના બી ગાપ દિગંબરીય અવતરણે કોઈ પણ વિશ્વસ્ત અને જૂના આધાર વિનાના છે, તેથી તેમને પણ છેવટના આધાર તરીકે મૂકી શકાય નહિ.
૧. વિશેષ ખુલાસા માટે જુઓ આ પરિચયને અંતે “પુરવણી.” ૨. જુઓ આ પરિચયમાં આગળ પા. ૨૦ ઉપર નોધ નં. ૧.