________________
૩૬o
ધ્યાન-રહસ્ય આપવું જોઈએ. એકડે ઘૂંટટ્યા પછી બગડે ઘૂંટાય તે બન્નેનું જ્ઞાન વ્યવસ્થિત મળે.
પ્રશ્ન-ધૂનને પ્રવેગ નામસ્મરણને વધારે દઢ બનાવે ખરે?
ઉત્તર-એ પૂરેપૂરું શક્ય છે, પરંતુ નામસ્મરણ શાંત -સ્વસ્થ ચિત્તે કરવાનું હોય છે, જ્યારે ધૂનમાં છેડે આવેશ હોય છે. આમ છતાં નામસ્મરણની પુષ્ટિ માટે ધૂન કરવા ગ્ય છે.
પ્રશ્ન-કેટલાક લેકે ભગવાનનું નામ છુંદણાથી હાથ પર લખાવે છે, તે શું ઠીક છે?
ઉત્તર-તે એમની રુચિ અને ભાવનાને પ્રશ્ન છે. જે તેમને એમ જ લાગતું હોય કે આ રીતે આપણું દેહ પર ભગવાનનું નામ કાયમ થવાથી આપણો દેહ પવિત્ર થશે અને તેના નામસ્મરણની યાદ આપશે, તે તેમાં અઠીક કંઈ જ નથી.
પ્રશ્ન-જપને એક પ્રકારને યજ્ઞ માની લઈએ એ તે ઠીક, પણ બધા ચ કરતાં એનુ ફલ વધારે શા માટે ?
ઉત્તર-સામાન્ય રીતે યજ્ઞ કરવાથી અમુક દેવતા પ્રસન્ન થાય છે અને તેથી અમુક કાર્યની સિદ્ધિ થાય છે,
જ્યારે પરૂપી યજ્ઞ કરવાથી તે જે દેવના પણ દેવ છે અને જેનું રિલેક પર પ્રભુત્વ છે, તેવા ઈશ્વર કે પરમાત્માને સાક્ષાત્કાર થાય છે, તેથી બધા યજ્ઞો કરતાં જપનું ફલ વધારે માન્યું છે.