________________
[૪]
ધ્યાનના હેતુઓ
ધ્યાનથી એક પ્રકારની શકિત ઉત્પન્ન થાય છે અને તેને જે ઉપયોગ કરે હોય તે થઈ શકે છે, પરંતુ સાંસારિક સ્કૂલ વાસનાઓની પૂર્તિ માટે ધ્યાનો ઉપયોગ કર એ તેને નિકૃષ્ટ ઉપગ છે. ધ્યાન તે ઉચ્ચ હેતુઓ માટે જ ધરવું જોઈએ. તે અંગે થિયેફીના મહાન પ્રચારક મહાત્મા લેડબીટરે કહ્યું છે કે
(૧) મનુષ્ય દુનિયાદારીના ધંધામાં ગમે તેટલું વ્યસ્ત હાય, તે પણ ઉચ્ચ આદર્શ કેળવવાના હેતુથી તેણે ધ્યાન માટે રોજ કેટલેક સમય કાઢવો જોઈએ. ' (૨) ઈશ્વર અને મહાત્માઓની નિકટ પહોંચવા માટે ધ્યાનાભ્યાસની પરમ આવશ્યકતા છે, કેમકે ધ્યાન દ્વારા એમની શકિતને આપણામાં સંચાર થાય છે અને એ શકિતને આપણે જગતના ભલા માટે ઉપયોગ કરી શકીએ છીએ.