________________
થાનના હેતુઓ - (૩) ધ્યાનથી આપણા સૂક્ષ્મ શરીરને વિકાસ થાય છે અને તેથી આપણે ઉચ્ચ ભૂમિકા પર ચાલી રહેલાં આંદોલનોને ગ્રહણ કરવા સમર્થ થઈએ છીએ. જેમ દંડકિસરતથી સ્થૂલ શરીર બળવાન થાય છે, તેમ ધ્યાનથી સૂક્ષમ શરીરનું બળ વધે છે.
'
આ ત્રણે ય મુદાઓ બરાબર સમજવા જેવા છે. એક મનુષ્ય ખાધેપીધે સુખી હેય, બહળે વણજ-વ્યાપાર ધરાવતું હોય અને દુનિયાદારીનાં સર્વ સુખ પ્રાપ્ત થયેલાં હોય તો પણ તેણે પિતાના જીવનમાં ઉચ્ચ આદર્શો ઉતરે તે માટે ધ્યાનાભ્યાસ કરવાની જરૂર છે. વિશેષ સમય ન હોય તે પણ દશ મીનીટથી પ્રારંભ કરી શકાય છે અને કેમે ક્રમે આગળ વધી શકાય છે. અમે એવા ગૃહસ્થ સાધકને જોયા છે કે જેમણે ધ્યાનની શરૂઆત માત્ર દશ મીનીટથી કરેલી, પણ આગળ વધી તેઓ સાત સાત કલાક એક સરખા ધ્યાનમાં બેસતા. તેમાં તેમને શાંતિ મળતી, આનંદ આવતા અને અનેક પ્રકારના ચમત્કારિક અનુભવ થતા.
આજના ઉદ્યોગપતિઓ-શ્રીમંતે જે મોટા ભાગે મનની પાસેથી ખૂબ કામ લે છે, તેમાંના ઘણાખરા ડાં જ વર્ષોમાં મીડીપેશાબ, રકતચાપ (બ્લડ પ્રેસર), અનિદ્રા વગેરે રોગોના ભોગ બને છે અને તેના નિવારણ માટે હજારો-લાખો રૂપિયા ખર્ચે છે. તેમણે ધ્યાનની શક્તિમાં પૂરેપૂરા શ્રદ્ધાન્વિત થઈને