________________
.
સફળતા નું સબળ સાધન
૩૨૭ . (૩) શરીર-સ્વાથ્ય જાળવી રાખો, જેથી તે પ્રવૃત્તિ અધવચ્ચે છોડી દેવી પડે નહિ. . (૪) માનસિક સંયમ કેળવે, જેથી આફત કે મુશ્કેલીના સમયમાં ગભરાઈ જવાય નહિ.
(૫) તેની બધી વિગતેનો અભ્યાસ કરતા રહે. (૬) તમારું સર્વ બળ એમાં રેડો.
આમાં પણ ધ્યાનનું સ્થાન મહત્વનું છે, કારણ કે ધ્યાન રાખવામાં ન આવે તે કામ બગડે છે અને શરીર તથા મને પણ બગડે છે. વળી બધી વિગતેનો અભ્યાસ પણ મનની એકાગ્રતા કેળવવાથી જ સારી રીતે થઈ શકે છે. જે મન એકાગ્ર ન હોય, અવ્યવસ્થિત હય, ડહોળાયેલું હોય, તે ઘણી વિગતે ધ્યાન બહાર રહી જાય છે અને પરિણામે એ પ્રવૃત્તિમાં ધારી સફળતા મળતી નથી.
અહીં અમને એમનના એ શબ્દ યાદ આવે છે કે જે જીવનમાં કઈ બુદ્ધિમાનીની વાત હોય તે તે એકાગ્રતા છે અને જે કોઈ ખરાબ વાત હોય તો તે પોતાની શક્તિઓને વેરવિખેર કરી નાખવાની છે. બહુચિતતા ગમે તેવી હોય, તેથી શું ? તાત્પર્ય કે તેનું પરિણામ સિદ્ધિ કે સફળતામાં આવી શકાતું નથી. '
એન મેરિડનના શબ્દ પણ યાદ રાખવા જેવા છે કે જે વ્યક્તિ જીવનમાં એક જ વસ્તુ શેઠે છે, તે આશા રાખી શકે કે જીવન સમાપ્ત થતાં પહેલાં તે તેને પ્રાપ્ત થશે.”
- આટલા વિવેચન પરથી પાઠકે જણી શક્યા હશે કે ધ્યાન એ જીવનની કેઈપણ પ્રવૃત્તિમાં સફળતા મેળવવાનું સબળ સાધન છે.