________________
જ૫-રહસ્ય સાધવા માટે પણ જપનાં ખાસ અનુષ્ઠાને જ શકાય છે. જેનો સંકેત અહીં “આધ્યાત્મિક અનુષ્ઠાન તરીકે કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક વિકાસની અનેક ભૂમિકાઓ છે અને તે જીવનશુદ્ધિથી માંડીને પરમાત્મયને સ્પર્શે છે, એટલે તે માટે એક કરતાં વધારે અનુષ્ઠાન કરવા જરૂરી બને છે, પરંતુ એક અનુષ્ઠાનમાં જે અનુભવ મળે છે, તેથી આગળની ભૂમિકા ચડી શકાય છે અને તે જેવો તેવો લાભ નથી. વિદ્યાભ્યાસનું ધ્યેય બી. એ., કે એમ.એ, ની પદવી હોય તે તે માટે ક્રમશઃ અમુક ભૂમિકાઓ ચડવી જ પડે છે, ત્યારે આ તે પરમાત્મપદની પ્રાપ્તિની વાત છે, એટલે તેમાં અમુક ભૂમિકાઓ વટાવવી પડે, એ નિશ્ચિત છે.
આધ્યાત્મિક અનુષ્ઠાન ઓછામાં ઓછું ૨૧ દિવસનું કરવું જોઈએ, જેથી તેમાં અમુક ભૂમિકાએ પહોંચી. શકાય. જો તેમ ન જ બની શકે તે ૧૪ દિવસ કે ૭ દિવસનું અનુષ્ઠાન કરીને પણ અધ્યાત્મને પ્રસાદ ચાખી શકાય છે. એક વાર આ પ્રસાદ મીઠે લાગે કે આગળ જતાં મોટા અનુષ્ઠાનને ઉત્સાહ વૃદ્ધિ પામવાને અને તેથી ઘણે લાભ થવાનો, એટલે અમે ૧૪ કે ૭ દિવસના. અનુષ્ઠાનનો નિષેધ કરતા નથી.
* આધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે અભિસખ થયા સિવાય આધ્યાત્મિક વિકાસ સાધી શકાતો નથી, એટલે પ્રથમ પ્રશ્ન આધ્યાત્મિક ક્ષેત્રે પ્રત્યે અભિમુખ શી રીતે થવું? એ વિચારવાનું છે. આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ મુખ્યત્વે સંસાર