________________
[૩૫]
જપનું આધ્યાત્મિક અનુષ્ઠાન
-
સાંસારિક વાસનાઓ કે કામનાઓની પૂતિને લગતાં કર્મોને કાર્યો કર્મો કહેવામાં આવે છે. આવાં કામ્ય કર્મો અનેક પ્રકારનાં હોઈ શકે છે. જેમ કે-રગનિવારણ, આપત્તિનિવારણ, ધનપ્રાપ્તિ, પદપ્રાતિ, પુત્રપ્રાપ્તિ, ઈચ્છિત કન્યા કે વરની પ્રાપ્તિ, કેટ–કચેરીમાં જયની પ્રાપ્તિ વગેરે. આ કામ્ય કર્મોની સિદ્ધિ ગત પ્રકરણમાં વર્ણવેલાં તાંત્રિક પદ્ધતિનાં અનુષ્ઠાનેથી થાય છે. જે અનુષ્ઠાનમાં કંઈ ખામી રહે તે તે બીજી વાર કે ત્રીજી વાર પણ કરવું પડે છે. જેઓ આવાં અનુષ્ઠાને જાતે કરી શક્તાં નથી, તેઓ આ વિષયમાં રોગ્ય અધિકારી પાસે અનુષ્ઠાન કરાવીને પણ તથા પ્રકારનો લાભ મેળવી શકે છે, પરંતુ તેમાં તેણે યજમાન બનવું પડે છે અને શ્રદ્ધાપૂર્વક પૂજનાદિ કેટલીક ક્રિયાઓ તે અવશ્ય કરવી જ પડે છે. '
હવે આધ્યાત્મિક ક્ષેત્ર પર આવીએ. તેમાં વિકાસ