________________
૨૬૦
જપ-રહ દેવતાનું અનન્ય મને સ્મરણ કરવું. નિદ્રાનું પ્રમાણ અલ્પ રાખવું.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે આવું અનુષ્ઠાન ગુરુ કે અનુભવી પુરુષના માર્ગદર્શન પૂર્વક જ વિધિસર. થઈ શકે, એટલે તેમની સહાય અવશ્ય લેવી.
શુદ્ધિ અને વિધિપૂર્વક કરેલું કઈ અનુષ્ઠાન નિષ્ફલ જતું નથી. અમને પિતાને આવાં ઘણાં અનુષ્ઠાનો. અનુભવ છે અને તેમાં અનેક પ્રકારની કાર્યસિદ્ધિઓ થતી જોઈ છે, તેથી જિજ્ઞાસુજનેને આ પ્રકારનું અનુષ્ઠાન કરવાને આગ્રહભર્યો અનુરોધ કરીએ છીએ.
છેવટે એ પણ જણાવી દઈએ કે આવું અનુષ્ઠાન મોટાભાગે કામ્ય કર્મ માટે થાય છે, પણ તે નિષ્કામભાવે કરવું હોય તે પણ થઈ શકે છે અને તેના દ્વારા ચિત્તશાંતિ, પવિત્રતા, આધ્યાત્મિક વિકાસ આદિનો લાભ લઈ શકાય છે.