________________
૨૧૮
જપ-રહસ્ય.
માલા, પુત્રજીવકની માલા, શંખની માલા, સ્ફટિકની માલા, પ્રવાલની માલા, મોતીની માલા, રજત (ચાંદીના મણકા)ની. માલા, રતાંજલિની માલા વગેરે.
તેમાં સુવર્ણ, રત્ન અને મણિની માલા તે અતિ ધનાઢ્ય પુરુષે જ બનાવી શકે, એટલે તેને ખાસ પ્રચાર. નથી. ઈન્દ્રાક્ષ અને ભદ્રાક્ષની માળાઓ પણ આજે પ્રચારમાં રહી નથી. પુત્રજીવકની માલા કોઈક સ્થળે જોવામાં આવે. છે, જ્યારે શંખની માલા, સ્ફટિકની માલા, પ્રવાલની માલા, મેતીની માલા, રજતની માલા, તાંજલિની માલા વગેરે આજે પ્રચારમાં છે. ઉપરાંત ચંદનની માલા, તુલસીની. માલા, કેરબાની માલા, અક્કલબેરની માલા, સૂતરની માલા. રેશમની માલા વગેરેનો પણ ઉપયોગ થાય છે. '
અગાઉ ચૌદ મણકાની, પચીશ મણકાની, સત્તાવીશમણકાની, ત્રીશ મણકાની, પચાશ મણકાનો, સો મણકાની. માળાઓ બનતી અને તેને ઉપગ જુદાં જુદાં કર્મોમાં થતો, પરંતુ ૧૦૮ મણકાની માલા સમસ્ત કામનાઓની સિદ્ધિ માટે ઉપયોગી ગણાતી, એટલે કાલકમે તેને જ વિશેષ પ્રચાર થયે અને આજે તે તેની જ મુખ્યતા છે. વળી તેના ચેથા ભાગ રૂપે સત્તાવીશ. મણકાની માળાઓ પણ ઉપગમાં લેવાય છે. આ માલાઓને ૧૦૮ કે ૭ મણકા ઉપરાંત મેરુ. નામનો મેટ પારે પણ હોય છે.
જ્યાં આ મેટો પાર નથી હોતા, ત્યાં ચાલુ ત્રણ મણકા મૂકી મેરુ બનાવવામાં આવે છે. . . . .