________________
[૩૦]
અક્ષમાલા વડે જયગણતરી
અક્ષ એટલે મણકે કે પારે. તેના વડે બનેલી જે માલા, તે અક્ષમાલા. આને જપમાલિકા કે જપમાલા પણ કહેવામાં આવે છે. તેને સામાન્ય વ્યવહાર તે માત્ર માલા તરીકે જ થાય છે. જપની ગણતરી કરવામાં આ માલાને સહુથી વધારે ઉપયોગ થાય છે, કારણ કે તેમાં વિશેષ સરલતા રહેલી છે. ૧૦૮ મણકાની માલા લઈ તેના મણકા અનુસાર જપ કરીએ કે ૧૦૮ જપ પૂરા થાય.
માલાઓ અનેક પ્રકારની હોય છે અને ફલની અપેક્ષાએ તેમાં તરતમ ભાવ હોય છે, એટલે ક્યારે કઈ માલાનો ઉપયોગ કરે, તે જાણી લેવું જરૂરનું છે.
તંત્રશાસ્ત્રોમાં અનેક પ્રકારની માલાઓનું વર્ણન આવે છે. જેમકે-સુવર્ણ, રત્ન અને મણિની માલા, ઈન્દ્રાક્ષની માલા, કમલબીજની માલા, દ્રાક્ષની માલા, ભદ્રાક્ષની