________________
અક્ષમાલા વડે જયગણતરી
૨૧૯:: - માલા બનાવવાનું પણ વિધિ છે. એના મણકા તૈયાર કરતી વખતે કે ગુંથતી વખતે છે, છે કે માતૃકા–
વર્ણનો જપ કરતાં રહેવું જોઈએ, પરંતુ આજે તે ગમે. - તે માણસો માલા બનાવે છે અને તેના મણકા યંત્ર વગેરેથી.
એક સામટાં બનાવે છે, તેમાં આ વિધિ જળવાવાને સંભવ. નથી, પરંતુ માલા તૈયાર થયા પછી તેને ગ્રહણ કરતી વખતે તેની શુદ્ધિ તથા પ્રતિષ્ઠા કરી લેવાથી આ દેષ દૂર થાય છે. ' માલાની શુદ્ધિ તથા પ્રતિષ્ઠા કરવાને વિધિ ,
સંપ્રદાયભેદથી માલા પ્રતિષ્ઠિત કરવાને વિધિ અનેક પ્રકારનો છે. તેમાંથી એક વિધિ એ છે કે–પ્રથમ
પીપળાનાં નવ પાંદડાં લઈ તેની પાકાર રચના કરવી, ' અર્થાત્ તેને પડિયે બનાવો, પછી તેમાં પંચગવ્ય મૂકવું.
પંચગવ્ય એટલે ગાયના દૂધ, દહીં, ઘી, મૂત્ર તથા છાણને. - એકત્ર કરીને બનાવેલી વસ્તુ. પછી તેમાં માલાને ડૂબાડવી,.
પણ મેરુ પિતાના હાથમાં પકડી રાખો. ત્યાર બાદ શુદ્ધ. જલથી તેને જોઈ નાખવી અને અગુરુ, કપૂર, ચંદન, ધૂપ વગેરેથી વાસિત કરી તેને ડાબા હાથમાં મૂકવી. પછી ૧૦૮ વાર મંત્રજપ કરો. અહીં તે જ મંત્ર બોલ કે જેને પિતાને જપ કરવાને છે. પછી ૧૦૮ વાર આહુતિ આપી ઘીને હોમ કરે અને ગુરુને દક્ષિણ આપી એ માલાને ઉપગ કરવો.
જે માલાના મણકા ઘણા કઠિન હોય તેમાં આ વિધિ ઉપયુક્ત છે, પરંતુ સૂતર કે રેશમની માલા હેય.