________________
૧૬૪
જ૫– રાહ જે મારા કહ્યા પ્રમાણે કાગડાનું માંસ વાપરશો તે બચી. જશે, અન્યથા મરણ સામે ઊભેલું જ છે.” - ચોરે કહ્યું : “નિયમ તોડીને જીવવું એના કરતાં મરવું બહેતર છે. હવે મને જીવનને કેઈ મેહ રહ્યો નથી, માટે મને કાગડાનું માંસ ખાવાનો આગ્રહ કરશે. નહિ.” અને તેણે કાગડાનું માંસ ન જ વાપર્યું.
આજે તે મૃત્યુની છાયા પડી કે “ગમે તે કરો પણ મારે જીવ બચાવે !” એવા શબ્દો સર્વત્ર સંભળાય છે. અને છેલ્લી ઘડી સુધી ઇજેકશન તથા અભક્ષ્ય દવાઓને મારે ચાલુ રાખવામાં આવે છે. જાણે કે એ ઇજેકશને અને દવાઓ જ નવું જીવન આપવાના ન હોય ! અહીને એ વિચાર થતું નથી કે જે ઈંજેકશન અને દવાઓમાં નવું જીવન આપવાની તાકાત હોય તો ખુદ ડોકટરના માતા-પિતા કે પત્ની–પુત્રો શા માટે મરણ પામે? અને તેઓ પોતે પણ મૃત્યુને આધીન શા માટે થાય ? પણ, જીવવાના ચાહમાં આ વસ્તુ સમજાતી નથી. ડાહ્યામાં ડાહ્યા ગણાતા માણસો પણ આ પ્રકારની ભૂલે કરે છે અને પિતાનો અંતસમય બગાડી નાખે છે.
સામંત અવસ્થાને પામેલા તથા સન્મિત્રોથી ઘેરાયેલા આ ચેરે જીવનને મેહ છેડી દીધે, ભગવાનનું નામસ્મરણ કરવા માંડ્યું અને તેના શરણમાં કાયાનું સમર્પણ કરી દીધું. ખરેખર ! આ ધન્ય મૃત્યુ હતું, એટલે તેનાં જેટલાં અભિવાદન કરીએ તેટલાં ઓંછાં જ છે.