________________
નિયમખદ્ધતા
૧૬૫
.
નિયમાનુ આ મહત્ત્વ અહીં અમે એટલા માટે પ્રકાશી રહ્યા છીએ કે જપસાધનામાં નિયમ અગત્યને ભાગ ભજવે છે. હું હવે પછી જપસાધના કરીશ ’ એવે નિયમ ગ્રહણ કરનારા જપસાધનાને પ્રારંભ કરે છે અને તેને લગતા અનેક નિયમાનુ' યથાર્થ પાલન કરવાથી જ તે જપસાધનામાં આગળ વધી શકે છે. જો એ નિયમેામાં ત્રુટિ આવે, સ્ખલના થાય કે વિક્ષેપ પડે તે સાધનામાં ભંગ પડે છે અને સિદ્ધિ સેા ગાઉ દૂર હટી જાય છે. તાત્પય કે સાધનાના અંત સુધી તેણે મધા નિયમે ખરાખર પાળવા પડે છે અને તે જ તે સિદ્ધિના અધિકારી અને છે.
‘અમારે કાંઈ નિયમ જોઈતા નથી, અમે કાઈ ધનમાં સપડાવા ઈચ્છતા નથી. એમ કહેનારા અને માનનારા સ્વચ્છંદી જીવન જીવે છે અને કરુણ હાલતમાં સાતને ભેટે છે. તેમના જીવનનું સાકચ શુ? ઘેાડાના માઢે ચેાકડું' ચડાવ્યુ હાય તા જ તે સીધા ચાલે છે અથવા અનંદના નાકમાં નાથ ઘાલી હાય તા જ તે ઉન્માગે જતા અટકે છે. એ જ સ્થિતિ માનવજીવનની છે. જો તેને નિયમેથી ખદ્ધ કર્યુ હાય તે જ તે સન્માર્ગે ચાલે છે અને આખરે દિવ્ય જ્ઞાન તથા અખંડ આનંદના અનુભવ કરે છે. તેથી જ નિયમબદ્ધ થવાના ઉપદેશ છે, તેથી જ નિયમબદ્ધ થવાના અનુરાધ છે. અમે આશા રાખીએ છીએ કે પ્રિય પાકા અમારા આ અનુરોધના સ્વીકાર કરી નિયમખદ્ધ થશે અને એ રીતે જપસાધનામાં આગળ વધી અભીષ્ટની પ્રાપ્તિ કરશે.