________________
જપ-રહસ્ય જ વખતે તેને યાદ આવ્યું કે “સાત ડગલાં પાછા હઠીને શસ્ત્રનો ઘા કર.” એટલે તે પાછાં પગલાં ભરવા લાગ્યું. એમ કરતાં તેની તરવાર ભીંત સાથે અફળાઈ અને તે ખણણણ અવાજ કરતી ભેંય પર પડી. એ અવાજ થતાં જ નણંદ-ભેજાઈ જાગી ગયા અને ખમ્મા મારા વીરને ? એમ બેલી બહેન બાજુએ ઊભી રહી. આ જોઈ ચેરના આશ્ચર્યનું પાર રહ્યું નહિ, પરંતુ બહેને બનેલી બધી હકીક્ત કહી સંભળાવી અને તેનાથી તેના મનનું સમાધાન થયું.
- બીજે નિયમ પણ આ પ્રમાણે ઉપકારી થયે, એટલે તેની નિયમ પરની શ્રદ્ધામાં વધારે થશે.
ત્યાર પછી એક વાર કઈ રાજમહેલમાં ચેરી કરવા દાખલ થયે, ત્યારે ત્યાં રાજરાણી જાગી ગઈ તે ત્યાં
એકલી જ સૂતી હતી. તેને સ્વામી કેઈપણ કારણસર બાજુના ખંડમાં સૂતે હતે. રાત્રિના સમય, પૂરી એકાંત અને એક યુવાન પુરુષનું આગમન, એટલે રાણીની વૃત્તિમાં ફેરફાર થયો. તેણે આ ચેરને પિતાની સાથે ભોગ ભોગવવા વિનંતિ કરી, આગ્રહ કર્યો, પણ એ ચેરે પિતાના નિયમને યાદ કરી તેને સાફ ઈનકાર કર્યો. હવે બાજુના ખંડમાં સૂતેલે રાજા આ વખતે જાગી ગએ હે અને બાજુના ખંડમાં શું બની રહ્યું છે? તે ગૂપચૂપ નિહાળી રહ્યો હતો... .. .
. . . : -