________________
વૃ૧૬
જપ-રહસ્ય. શ્રદ્ધાવાને ઉલ્લેખ છે, તે આપણે ધ્યાનમાં રાખવાનો છે. આને અર્થ એમ સમજવાને કે જે શ્રદ્ધાવાનું નથી, તેને સાચું જ્ઞાન મળતું નથી, પછી તેનામાં બીજા ગુણો ભલે હેય.
ત્યાં જ આગળ કહેવાયું છે કેअज्ञश्चाश्रद्धानश्च, संशयात्मा विनश्यति । नाऽयं लोकोऽस्ति न परो, न सुखं संशयात्मनः ।।
અજ્ઞાની અને શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે. સંશયમય રહેલાને આ લેક નથી, પરલોક નથી. અને સુખ પણ નથી.” તાત્પર્ય કે શ્રદ્ધાને ગુણ કેળવા ન હોય, તે દરેક બાબતમાં સંશય રહે છે, એટલે કે ઈ પણ ક્રિયા-પછી તે ગમે તેવી સારી હોય તે પણ તેમાં પ્રવૃત્તિ થઈ શક્તી નથી અને જ્યાં ક્રિયાશીલતા ન હોય, ત્યાં ઉન્નતિ કે વિકાસ સાધી શકાય શી રીતે ?, પરિણામે. જીવન નિરર્થક બને છે. શ્રદ્ધાહીનને આ લેકનું કે પરલકનું કોઈ સુખ મળતું નથી.
અન્યત્ર ગણિતના ઉદાહરણ દ્વારા આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે. ત્યાં એમ કહેવાયું છે કે શ્રદ્ધા એ એકડે.. છે અને જ્ઞાન તથા ચારિત્ર વગેરે મીંડાં છે. જે પ્રારંભમાં એકડો હોય તે ત્યાર પછીનાં મીંડાઓનું ઘણું મૂલ્ય છે, પણ પ્રારંભમાં એક જ ન હોય, તે ગમે તેટલાં મીંડાં માંડે, પણ તેનું કંઈ મૂલ્ય નથી૧૦, ૧૦૦, ૧૦૦૦ ૧૦૦૦૦, ૧૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦આ