________________
{[ ૧૮ ] શ્રદ્ધાનું આલંબન
જપસાધના માટે કેટલીક પૂર્વ તૈયારી કરવી પડે છે, -માં શ્રદ્ધાને અગ્રસ્થાન આપવું પડે છે.
અનુભવી પુરુષે કહે છે કે જેને સુખ-શાંતિની ઈચ્છા હાય, આધ્યાત્મિક ઉન્નતિની અભિલાષા હોય કે પરમપદ ' પામવાની આકાંક્ષા હોય, તેણે સહુથી પહેલાં શ્રદ્ધાવાન બનવું જોઈએ. ભગવદ્દગીતામાં કહ્યું છે કે
श्रद्धावाँल्लभते ज्ञान, तत्परः संयतेन्द्रियः। ज्ञान लब्ध्वा परी शान्तिमचिरेणाधिगच्छति ।।
“ શ્રદ્ધાવાન, તત્પર (પ્રયત્નશીલ) અને જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન મેળવીને તે તરત શાંતિ પામે છે.'
સાચા જ્ઞાનથી શાંતિ મળે છે, પણ આવું જ્ઞાન કયારે મળે? તેના ઉત્તરમાં જણાવ્યું છે કે જે શ્રદ્ધાવાન, છે, પ્રયત્નશીલ છે અને જેણે પિતાની ઇન્દ્રિય પર કાબૂ મેળવેલે છે, તે સાચું જ્ઞાન મેળવી શકે છે. અહીં પ્રથમ