________________
તથા અનેક અનુભવી મહાનુભાવોએ પોતાની પસંદગીની મહેર છાપ આપી છે. અને છેલ્લામાં છેલ્લા વડેદરા યુનિવર્સીટીના પ્રોફેસર કેશવલાલ કામદાર એમ. એ. પિતાનું સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે. તે શાસ્ત્રોદ્ધાર કમિટીના કામને આ સંમેલન તથા કેન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે. અને તેમના કામને જ્યાં
જ્યાં અને જે જે જરૂર પડે–પંડિતની અને નાણાંની તે તે પિતાની પાસેના ફંડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે.
આ શાસ્ત્રો અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રશંસાપૂર્વક પસંદગી મળી છે, ત્યારે તે કામને મદદ કરવાની આ કેન્ફરન્સ પોતાની ફરજ માને છે અને જે કઈ ત્રુટી હોય તે પં. ૨. શ્રી ઘાસીલાલજી મહારાજની સાંનિધ્યમાં જઈ બતાવીને સુધારવા પ્રયત્ન કરે . આ કામને ટલ્લે ચઢાવવા જેવું કઈ પણ કામ સત્તા ઉપરના અધિકારીઓના વાણું કે વર્તનથી ન થાય તે જોવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે.
(સ્થા. જૈન પત્ર તા. ૪-૫-૫૬)
સ્વતંત્રવિચારક અને નિડર લેખક “જેનસિદ્ધાંત ના તંત્રી
શેઠ નગીનદાસ ગીરધરલાલને અભિપ્રાય શ્રી સ્થાનકવાસી શાદ્ધાર સમિતિ સ્થાપીને પૂ. ઘાસીલાલજી મહારાજને સૌરાષ્ટ્રમાં બોલાવી તેમની પાસે બત્રીસ સૂત્ર તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામોદરદાસભાઈ સાથે મારે પત્રવ્યવહાર ચાલે ત્યારે શેઠ શ્રી દામોદરદાસભાઈએ તેમના એક પત્રમાં મને લખેલું કે
આપણા સૂત્રેના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સંસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિશ્રી ઘાસીલાલજી મ. સિવાય મને કઈ વિશેષ વિદ્વાન સુનિ જોવામાં આવતા નથી. લાંબી તપાસને અંતે મેં મુનિશ્રી
ઘાસીલાલજીને પસંદ કરેલા છે.” શેઠ શ્રી દામોદરદાસભાઈ પિતે વિદ્વાન હતા. શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા. શ્રાવકે તેમજ મુનિએ પણ તેમની પાસેથી શિક્ષા વાંચના લેતા, તેમ જ્ઞાનચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની પસંદગી યથાર્થ જ હોય એમાં