________________
નમસ્કારમંત્રસિદ્ધિ
સર્વ પદ ઉચરતાં પાંચસે સાગર,
સહસ ચેપન નવકારવાલી; સ્નેહે મન સંવરી હર્ષભેર હેજ ધરી,
લાખ નવ જાપથી કુગતિ ટાલી. સમરઃ ૩
લાખ એક જાપ જન પુન્ય પૂરા જપે,
પદવી પામે અરિહંત કેરી, અશોક વૃક્ષ તલે બાર પર્ષદ મલે,
ગડગડે દુભિ નાદ લેરી. સમર૦ ૪ અષ્ટ વલી અષ્ટ સય અષ્ટ સહસ્ત્રાવલી,
અષ્ટ લાખા જપે અષ્ટ કહી કીતિ વિમલ કહૈ મુક્તિ લીલા લહે,
આપણાં કર્મ આઠે વિડી. સમર ૫
[૭] શ્રી નમસ્કારમંત્રનું ગીત
સમરે મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂરવને સાર એના મહિમાને નહિ પાર, એને અર્થ અનંત ઉદાર.
સમરો મંત્ર...૧ સુખમાં સમરો દુઃખમાં સમરો, સમ દિવસ ને રાત, જીવતાં સમરો મરતાં સમરો, સમો સૌ સંધાત.
સમરો મંત્ર.૨