________________
મંત્રદિવાકર બે-ત્રણવાર તેની મુલાકાત લીધેલી છે અને તેમાંથી કેટલીક અગત્યની છે પણ કરેલી છે.
ટૂંકમાં આજે પણ ભારતવર્ષમાં મંત્રવિષયક સાહિત્યની બેટ નથી, પણ તેને અભ્યાસ કરનારા તથા તેને અનુભવ મેળવનારાઓની સંખ્યામાં મોટી ઓટ આવી છે તેથી મંત્રવિદ્યાને જોઈએ તે અને તેટલે પ્રચાર થત નથી. છતાં અમે આશા રાખીએ છીએ કે આ પરિસ્થિતિ સુધરી જશે અને ફરી પણ ભારતવર્ષમાં મંત્રરૂપી દિવાકરને પુણ્ય પ્રકાશ ઝળહળી ઉઠશે.