________________
આ ગ્રંથની રચના ત્રણ ખંડોમાં થયેલી છે. તેમાં પહેલે ખંડ મંત્રસાધના અંગે અનેક જાતની મહત્ત્વપૂર્ણ માહિતી આપે છે બીજા ખંડમાં વિવિધ મંત્રોનું વિવરણ કરવામાં આવ્યું છે અને તેમાં આધ્યાત્મિક ઉન્નતિ, ચિત્તશાંતિ, ધનપ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ, આકર્ષણતંત્ર, મોહનતંત્ર, વશીકરણતંત્ર, કર્ણપિશાચનતંત્ર, ગાસડ તંત્ર, તથા પશુ-પક્ષીઓની બોલીનું જ્ઞાન થાય એવી પ્રક્રિયાઓ પણ શાસ્ત્રાધારે મર્યાદિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે. ત્રીજા ખંડમાં અનેક પ્રકારના ઉપયોગી મંત્ર, યંત્રો અને કનિ સંગ્રહ કરાય છે, એટલે જિજ્ઞાસુજનોને તે ઘણે ઉપયોગી થશે, એમ અમે માનીએ છીએ. વધારે સ્પષ્ટ કહીએ તો જે વસ્તુ સેંકડો નાના-મોટા ગ્ર વાંચતાં ન મળે, તે આ એક જ ગ્રંથમાં ભળે તેમ છે. -
આ ગ્રંથની મનનીય પ્રસ્તાવના હિંદી અને સંસ્કૃત ભાષાના કવિ તથા મંત્રવિશારદ ડો. દેવ ત્રિપાઠી એમ.એ., પીએચ.ડી. સાહિત્ય-સાંખ્યયોગાચાર્યે લખેલી છે અને તે બીજી આવૃત્તિમાં એમને એમ પ્રકટ કરવામાં આવી છે. - આ ગ્રંથનું સમર્પણ સ્વીકારવા માટે અમો રાષ્ટ્ર અને સમાજની અનન્ય સેવા કરનાર વર્તમાન કાલે તામીલનાડના રાજ્યપાલપદે અધિષ્ઠિત સન્માનનીય શ્રી કે. કે. શાહના ખૂબજ આભારી છીએ. તેમણે અમારી સાહિત્ય-સર્જન–પ્રકાશનની પ્રવૃત્તિમાં પ્રારંભથી જ રસ લીધો છે. - શ્રી શાંતિકુમાર ભટ્ટ, શ્રી કનુ દેશાઈ તથા બીજા પણ જેમણે આ ગ્રંથના પ્રકાશનમાં એક યા બીજી રીતે સહાય કરી છે, તે બધા પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરીએ છીએ. '
-
"
કાશકે