________________
પ્રકાશકીય
- ગુજરાતી ભાષામાં આજે જુદા જુદા વિષયો પર અનેક ગ્રંથો પ્રગટ થઈ રહ્યા છે, પરંતુ તેમાં આધ્યાત્મિક વિકાસને લગતું સાહિત્ય કેટલું ? અને તેમાં એ યોગ અને મંત્રના વિષયની પ્રમાણભૂત રજૂઆત કરનારી કૃતિઓ કેટલી ? જે અનુભવ અને ચિંતનયુક્ત આવા સાહિત્ય માટે મીટ માંડીએ તે ખરે જ નિરાશા સાંપડે તેવું છે. - આ પરિસ્થિતિનું યથાશકય નિવારણ કરવા માટે અધ્યાત્મવિશારદ વિદ્યાભૂષણ મંત્રમનીષી ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે સને ૧૯૬૬ થી પ્રયાસ આરંભ્યો અને સને ૧૯૭૧ સુધીમાં તેમણે મંત્રવિજ્ઞાન મંત્રચિંતામણિ અને મંત્રદિવાકર નામના ત્રણ ગ્રંથરત્નો તૈયાર કર્યા, જે અનુક્રમે અમારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા. આ ત્રણેય ગ્રંથ વિદ્વાન - વડે વખણાયા, પત્રકારે વડે પ્રશંસા પામ્યા અને જિજ્ઞાસુજનોએ તેને આને દેમિપૂર્વક વધાવ્યા: આ બધા ગ્રંથેની પ્રથમવૃત્તિ લગભગ બબ્બે વર્ષના ગાળામાં પૂરી થઈ. તેમાં મંત્રવિજ્ઞાનની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી અને આજે તે તેની પણ ભાગની નકલ ખપી ગઈ છે. મંત્રચિંતામણિ ગ્રંથ હાલ અપ્રાપ્ય છે અને મંત્રદિવાકરની સુધારાવધારા સાથેની બીજી આવૃત્તિ પાઠકના કરકમલમાં મૂકીએ છીએ. *
છ વર્ષમાં સગાએ કેટલે પલટા લીધે છે, તે સહુ કોઈ જાણે છે. તેની પ્રકાશનકાર્ય પર બહુ મોટી અસર થઈ છે. કાગળના ‘ભાવ લગભગ ત્રણ ગણું થયા છે અને છતાં જોઈએ તેટલા પ્રમાણમાં મળતા નથી. છાપકામના ભાવ ખૂબ જ વધ્યા છે, તેમજ તેને લગતા બીજા બધા ખર્ચનું પ્રમાણ ઘણું વધ્યું છે, એટલે આ આવૃત્તિનું મૂલ્ય રૂ. ૧૨–૫૦ રાખવામાં આવ્યું છે.
' ',
-