________________
૩૩૪
મંત્રદિવાકર બીજા એક ગૃહસ્થને ત્યાં પણ આવાજ તા. મૂળના ગણપતિ આવ્યા હતા, પણ તેણે એની પૂજા કરી નહિ, તથા તેમના વિષે ખાસ શ્રદ્ધા દેખાડી નહિ, તે તેને એનાથી ખાસ લાભ થશે નહિ ! આ બંને કિસ્સાઓ અમારી જાણના છે.
એક પ્રાચીન પ્રતિમાં લખ્યું છે કે
જે રવિવારે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ થઈને ધોળા આકડાનું મૂળ વિધિપૂર્વક -કાઢી લાવવું અને તેનું યથાવિધિ પૂજન કરવું.
એ મૂળ જે પુરુષના જમણા હાથે બાંધવામાં આવે -તે સર્વકાર્યમાં યશની પ્રાપ્તિ થાય છે અને સ્ત્રીના ડાબા " હાથે બાંધવામાં આવે તે નિત્ય સૌભાગ્યવતી રહે છે. વળી એ મૂળ સ્ત્રીની કમરે બાંધવામાં આવે તે તેને નિશ્ચિત . પુત્રોત્પત્તિ થાય છે.
વેત અર્કનું મૂળ ઉપર કહેલી વિધિએ લાવીને તેને છાંયડે સૂકવવું અને તેનું ચૂર્ણ કરવું. તેનું ગાયના દૂધ સાથે સેવન કરવાથી લિપલિત દૂર થાય છે;
સ્મરણશક્તિ સતેજ બને છે અને દેડકાંતિ કામદેવ જેવી દેદીપ્યમાન બને છે.
કુલ ૪૦ દિવસ ચૂર્ણ લેવાથી સર્વ રોગ દૂર થઈને -આયુર્બલ વૃદ્ધિ પામે છે. પરંતુ આ ચૂર્ણ થોડી માત્રામાં