________________
- ago
મંત્રદિવાકર - આ મંત્ર કામાખ્યાત ત્રમાં આપેલ છે. તેને વિધિ એ છે કે એરંડાને ગાયના છાણથી લીંપીને શુદ્ધ કરો. પછી તેમાં એક બાજોઠ ઢાળી તેના ઉપર ઘીનો દી મૂકો તથા એક નાળિયેર પધરાવવું. તે વખતે અગરબત્તીને ધૂપ કરે અને દર્ભના આસન પર બેસીને ૧૦૮ મંત્રનો જપ કરે. પ્રથમ દિવસે ઉપવાસ કરે.
નવ દિવસ સુધી આ પ્રમાણે જપ કર. છેલ્લા ‘દિવસે ઘી, મધ, ખાંડ, કમળકાકડી અને ગુગળને હેમ કરો અને તે જ સ્થાનમાં સૂઈ રહેવું. તથા તે દિવસે બે કુમારી કન્યાઓને ખીર તથા રેલીનું ભજન કરાવી
એક એક ચુંદડી અને કપરાની કાચલી આપવી, તથા - યથાશક્તિ રૂપાની દક્ષિણા આપવી, એટલે મંત્ર"સિદ્ધિ થશે.
પછી જ્યારે કઈ પ્રશ્ન પૂછે, ત્યારે સાત વખત -મંત્રજપ કરી જમણે હાથ જમણા કાને રાખવે અને કઈ પણ પ્રકારને સંકલ્પ-વિકલ્પ કર્યા વિના સ્થિર ચિત્ત એસવું, એટલે તરત દેવી તરફથી તેને ઉત્તર મળશે.
આજથી દશ-બાર વર્ષ પહેલાં અમે દક્ષિણને પ્રવાસ કર્યો, ત્યારે એક મંત્રવિશારદના પરિચયમાં આવતાં તેમની પાસેથી શ્રી કર્ણપિશાચિની દેવીને એક -મંત્ર તથા યંત્ર પ્રાપ્ત થયો હતો, તે પાઠકેની જાણ - માટે રજૂ કરીએ છીએ. . . . : : :