________________
સમાજસેવાના માધ્યમથી “જ્ઞાનગુરુ રૂપે જનજનને હૃદયમાં વિરા છે એમ કહું તોય અત્યુતિ નહિ ગણાય. મંત્રવિજ્ઞાન અને “મંત્રચિંતામણિ
મંત્રવિષયક સાહિત્યસર્જનમાં શ્રી ધીરજલાલભાઈની કલમ વડે લખાયેલા ઉપર્યુક્ત બે ગ્રંથ એમની કૃતિઓમાં અનેરી ભાત પાડે છે. પહેલે ગ્રંથ મંત્રવિજ્ઞાન છે, તેમાં મંત્રવિદ્યા” એ વૈજ્ઞાનિક વિદ્યા છે " અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જ તેનું આલંબન લેવું જોઈએ, તેને સ્પષ્ટપણે સમજાવવા માટે અનેક મુદ્રિત–અમુદ્રિત ગ્રંથના આધારે પ્રમાણ–પુરસર લગભગ સાડાત્રણસો પાનામાં સાધકે માટે વ્યવસ્થિત સામગ્રી પીરસી. છે. સામાન્યપણે ઉપાસના માર્ગમાં પ્રવેશ ઈચ્છનારને જે જે શંકાઓ નિરાશ બનાવે છે, તેનું સચોટ સમાધાન આમાં આવી ગયું છે. વળી ઉપયોગી મને સંગ્રહ અને પરિશિષ્ટમાં જુદા જુદા વિદ્વાને વડે લખાયેલા પાંચ લેખો તેમાં સંઘરાયેલા છે. પ્રસ્તાવનાલેખક શ્રી શાંતિકુમાર જય ભટ્ટ એમ. એ. એલએલ.બી, સાહિત્યરત્નની આ પંક્તિઓ ખરેખર સાચી છે કે. “ગુજરાતી ભાષામાં મંત્રવિજ્ઞાન પર એકેય અદ્યતન અને આધારભૂત પુસ્તક નહોતું, ત્યારે શ્રી ધીરજલાલ ટોકરશી શાહે આ. પુસ્તક લખી આવા પ્રકારનાં સાહિત્યમાં એક સૌથી પ્રાણવાની ઉમેરો કર્યો છે.”
(મંત્રવિજ્ઞાન-પુસ્તક પૃ. ૧૭) તેમ જ મંત્રચિંતામણિ નામે બીજા ગ્રંથમાં સુશિક્ષિત વર્ગના અસિતકમાં મંત્ર–તંત્ર પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી મંત્રવિપયરૂપ મહાર્ણવમાંથી કેટલાંક રત્નો વણી મંત્રવિદ્યા અંગે પ્રમાણભૂત માહિતી આપતાં છ કાર” અને “૩૪. કારની ઉપાસના ને વિસ્તૃત વિધિ દર્શાવ્યો છે. ત્રણ ખંડેમાં લખાયેલ આ ગ્રંથના છેલ્લા