________________
૨૧
-
विना ह्यागममार्गेण कलौ नास्ति गतिः " ભારતીય સંસ્કૃતિની આચારપરંપરાના ચાર મુખ્ય ઉપજીવ્ય સુતિ, સ્મૃતિ, પુરાણ અને તંત્ર-આગેમ કહેવાય છે. ભારતનું સમગ્ર છેવન, જીવંનંદષ્ટિ, વિકાસ તથા સંસ્કૃતિ આ ચારેય આધારસ્તંભના આધારે ઊભી છે, એટલે તેમનું સમાન ભાવે સંરક્ષણ, પ્રચાર અને પ્રસાર અતિ આવશ્યક છે. તેમાં પણ તંત્રસાહિત્ય આ કલિકાળમાં, વિશેષરૂપે રક્ષણીય છે, કેમકે ભારતીય દાસતાના કાળમાં પૂર્વજોના વારસા તરીકે મળેલું અનંત સાહિત્ય વિદેશી આક્રમણકારીઓના હાથે વિનષ્ટ થઈ ચૂકયું છે. અને જે ઉપલબ્ધ છે, તે પ્રાયઃ વિશંખલિત છે. તેથી સાધનામાં પ્રવૃત્ત સાધકે વ્યવસ્થિત વિધાનના અભાવે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી અને તેથી જ તેઓ ઘણી વાર નાસ્તિક બની તંત્રસાધનાની નિંદા કરે છે.
: તંત્રશાસ્ત્રનું ક્ષેત્ર અતિ વિસ્તૃત છે. તેની સીમામાં દર્શન, વિજ્ઞાન, વ્યવહાર, કંલા તથા સાહિત્ય વગેરે અનેક વિપો આવી જાય છે. તંત્રગ્રંથોમાં સર્વ પ્રકારની ભૌતિક સિદ્ધિઓ, સર્વવિધ આધ્યાત્મિક સંપદાઓ, અનેક આશ્ચર્ય પમાડનારી વિદ્યાઓ તથા દર્શનશાસ્ત્રને લગતા ત, અત, તાત, વિશિષ્ટત, શુદ્ધાત વગેરેના સિદ્ધાંત પણ સારી રીતે પ્રતિપાદિત થયા છે. આટલી વિવિધતા છતાં ય સામાન્ય લોકે મંત્ર-યંત્રાદિ સાધનને જ તંત્ર માને છે, તે યોગ્ય નથી. માનવજીવનને પવિત્ર બનાવવા, જીવનના પરમ પુરુષાર્થને સાધવા, ઉત્તમ સિદ્ધિઓ મેળવી ઉચ્ચ આદર્શો પામવા તથા સર્વતોમુખ વિકાસ માટે તંત્રશાસ્ત્ર વડે ઉપદિષ્ટ માગ નિતાંત અવલંબન યોગ્ય છે. કલિયુગમાં તેના વગર ગતિ નથી. તે માટે “મહાનિર્વાણતંત્ર'માં કહ્યું છે કે વિના ઘામમાગ વી નાહિત ઇતિઃ