________________
પૂજન-અર્ચન સંબંધી વિશેષ
૧૪૩ (૭) વસ્ત્ર-રેશમ અને સૂતરનું છિદ્રરહિત સ્વચ્છ વસ્ત્ર દેવતાને અર્પણ કરવું. તેમાં શંક્ત, સૂર્ય અને ગણેશને લાલ વસ્ત્ર અર્પણ કરવું અને શંકરને શ્વેત વસ્ત્ર અર્પણ કરવું. બીજાને લીલા, પીળા કે અન્ય કેઈ સારા રંગનું વસ્ત્ર અર્પણ કરી શકાય. ' '
(૮) ઉપવીત-પુરુષદેવતાને જનોઈ અર્પણ કરવી. સ્ત્રીદેવતાને વસ્ત્ર અર્પણ કરવું.
(૯) ગધ-કર્પર, શ્વેત ચંદન, કસ્તૂરી અને કેસરને સમભાગે લેવાથી સર્વગંધ બને છે. તેને પ્રયોગ કરે. અથવા ગોરોચન, શ્વેત ચંદન, દેવદારૂ, કપૂર, કાળું અગર, સૂઠ, કસ્તુરી અને કેસરના મિશ્રણને અષ્ટગંધ કહેવામાં આવે છે, તેને ઉપયોગ કરે.
(૧૦) અક્ષત-ખંડિત થયા વિનાના ચોખા પ્રદાન કરવા. ત્રિપુરાની પૂજામાં કંકુ કે રક્ત ચંદનથી રંગીને -ચેખા વાપરવાને સંપ્રદાય છે. અહીં માલા નામને ઉપચાર ગણુએ તે સુગંધી પુષ્પની માળા અર્પણ કરવી.
(૧૧) પુષ્પ-પુષ્પ તાજાં અને સુગંધી જોઈએ... વાસી, સડી ગયેલાં કે તૂટેલી પાંખડીવાળાં પુષ્પો દેવતાને અર્પણ કરી શકાય નહિ બધાં પુષ્પોમાં નીલકમલને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. '
(૧૨)૫-–જટામાસી, ગુગળ, શ્વેત ચંદન, કાળું અગર, કપૂર, શિલાજિત, કેશર આદિ વસ્તુઓને ફૂટી