________________
૨૩ સુખશીલતામાં, માનપાનમાં, કષામાં, મસ્તાન બ! સંજ્ઞાઓ એણે જીતી નહિ, પણ સંજ્ઞાઓથી એ જતા !
મોક્ષ-સાધનામાં બીજ સમ્યક્ત્વઃ સબીજ ક્રિયાથી જ મોક્ષ :
દા.ત, પ્રેફેસરે વિદ્યાર્થીને ૨૫ વર્ષ ભણાવ્યો. મહાન ગ્રંથનું દેહન આપીઆપી વિદ્યાર્થીને ભણાવ્યા. પણ છવીસમા વર્ષે પરીક્ષા લીધી ત્યારે સામાન્ય ગણિતના હિસાબમાં ચૂક્યો એ કેવું કરૂણ અંજામ! તેવી જ રીતે સાધુધર્મ લીધે પણ તેના ફળમાં સંસાર મળે એ કરુણ અંજામ થે. હિંસાની ઘેલછા, અસંયમની અહર્નિશ કુટેવ, ખાવાપીવાની લાલસા, વિષયની લંપટતા, કષાય અને પ્રમાદની પરવશતા–એ આત્માને દયાદ્ર કેટિમાં મૂકે છે. સાધુક્રિયા કરી પણ ફળ ન મળે તો સમજવું કે વિધિ અને ક્રમમાં ખામી છે. ક્રમથી વિધિપૂર્વકના માર્ગ તરફ માત્ર સમ્યક્ દષ્ટિ પણ થાય, તો પણ તેની ભવસ્થિતિ અર્ધ પુગલ પરાવર્તની અંદર જ. તે વિના ભાવિમાં પારવિનાને સંસાર છે! માટે સમ્યક્ત્વ વિનાની કોઈપણ કાર અથવા સમ્યક્ત્વ વિનાનું ચારિત્ર આગામી સંસાર–સ્થિતિકાળની કોઈ ગેરેન્ટી (પ્રમાણપત્ર) નથી આપતું. કેમકે એ ક્રિયા નિબ જ છે, વધ્યા છે. બી નહિ હોય તો ફળ થવાની આશા જ નથી. દરેક કિયા અને ચારિત્રમાં બીજ માટે તત્ત્વશ્રદ્ધા અને મોક્ષરુચિ હોવી જ જોઈએ. બીજવિનાની ક્રિયા નિબીજ ગણાય, સબીજ કિયાથી જ ફળની પ્રાપ્તિ થાય. સબીજ ક્રિયા આવ્યા પછી દીર્ઘ સંસાર ન હોય. આત્માના પ્રદેશ પ્રદેશે (અણુએ અણુએ) તત્ત્વની શ્રદ્ધા અને મોક્ષરૂચિ હાચ તે કોઈપણ ક્રિયા તેને સંસારમાં